રોજગાર@દેશ: ISROમાં 10 પાસ થયેલા લોકો માટે ભરતી, પગાર 50,000થી ઉપર, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરમાં હેવી વ્હીકલ ડ્રાઈવર, વ્હીકલ ડ્રાઈવર, રસોઈયો, ફાયરમેન અને કેટરિંગ એટેન્ડન્ટ પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. યોગ્ય અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ lpsc.gov.in ની મુલાકાત લઈને ઇસરો LPSC ભરતી 2021 માટે અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ
 
રોજગાર@દેશ: ISROમાં 10 પાસ થયેલા લોકો માટે ભરતી, પગાર 50,000થી ઉપર, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરમાં હેવી વ્હીકલ ડ્રાઈવર, વ્હીકલ ડ્રાઈવર, રસોઈયો, ફાયરમેન અને કેટરિંગ એટેન્ડન્ટ પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. યોગ્ય અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ lpsc.gov.in ની મુલાકાત લઈને ઇસરો LPSC ભરતી 2021 માટે અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2021 છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં પસંદ કરેલ ઉમેદવારો માટે પોસ્ટ મુજબનો પગાર પણ અલગ છે. કેટરિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે પગાર 18,000 થી 56,900 રૂપિયા પ્રતિ મહિના હશે જ્યારે અન્ય તમામ પોસ્ટ્સ માટે પગાર 19,000 થી 63,200 રૂપિયા પ્રતિ મહિનાની રેન્જમાં હશે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન મારફતે અરજી કરી શકે છે. અરજી, પસંદગી અને ભરતી સંબંધિત અન્ય તમામ માહિતી સૂચનામાં ઉપલબ્ધ છે.

ભરતીની વિગતો

  • હેવી વ્હીકલ ડ્રાઈવર: 02 પોસ્ટ્સ
  • વ્હીકલ ડ્રાઇવર: 02 પોસ્ટ્સ
  • રસોઈયા: 01 પોસ્ટ
  • ફાયરમેન: 02 પોસ્ટ્સ
  • કેટરિંગ એટેન્ડન્ટ: 01 પોસ્ટ

અરજી કરવાનું ફોર્મ 24 ઓગસ્ટથી બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 8 જગ્યાઓ ભરવાની છે. 10 મી પાસ ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા પાત્ર છે. પોસ્ટ મુજબ મહત્તમ વય મર્યાદા 25 વર્ષ અને 35 વર્ષ છે.