રોજગાર@ગુજરાત: ઉર્જા વિભાગમાં સપ્તાહમાં 1500 જગ્યા માટે ભરતી બહાર પડશે

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યના ઉર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ્દ કરી હતી. આ ભરતી પરીક્ષા 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્ક માટેની હતી. જોકે, આ પરીક્ષા રદ્દ જાહેર કર્યા બાદ સરકારના ઉર્જા વિભાગે
 
રોજગાર@ગુજરાત: ઉર્જા વિભાગમાં સપ્તાહમાં 1500 જગ્યા માટે ભરતી બહાર પડશે

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યના ઉર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ્દ કરી હતી. આ ભરતી પરીક્ષા 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્ક માટેની હતી. જોકે, આ પરીક્ષા રદ્દ જાહેર કર્યા બાદ સરકારના ઉર્જા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી એક સપ્તાહમાં જ ઉર્જા વિભાગની પરીક્ષા જાહેર કરશે અને આર્થિક અનામતના અમલ સાથે બમણી ભરતી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પ્રાપ્ત અહેવાલો મુજબ જૂની ભરતીમાં 850 જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી હવે 1500 થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે. નવી ભરતીમાં ઇ.ડબલ્યૂ. એસ. (આર્થિક અનામત)નો અમલ કરાશે. આ ભરતીમાં જુનિયર એંજિનિયરની પોસ્ટ માટે માટે લઘુતમ લાયકાત ૫૫ ટકા કરવામાં આવી છે, જ્યારે વિદ્યુત સહાયક માટે એંજિનિયરિંગના સ્નાતક માટે 55% અને ક્લાર્કમાં એની સ્નાતક માટે 55 ટકા નું ધોરણ નિયત કરાયું છે. વીજ કપંની દ્વારા જાહેરાત બાદ એક મહિનાની અંદર પરીક્ષા લેવાશે

સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ 2018નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી 500 રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે www.dgvcl.com વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.