રોજગાર@ગુજરાત: પોલીસમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ભરતી, 16 માર્ચથી ફોર્મ ભરી શકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત કરવામાં આવતા પોલીસ લાઈનમાં જવા માંગતા ઉમેદવારો માટે લકી ચાન્સ માનવામાં આવી રહ્યો છે. વિગતો મુજબ પોલીસ વિભાગ માં 1382 ખાલી જગ્યાઓ
 
રોજગાર@ગુજરાત: પોલીસમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ભરતી, 16 માર્ચથી ફોર્મ ભરી શકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત કરવામાં આવતા પોલીસ લાઈનમાં જવા માંગતા ઉમેદવારો માટે લકી ચાન્સ માનવામાં આવી રહ્યો છે. વિગતો મુજબ પોલીસ વિભાગ માં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. જેમાં બિન હથિયારધારી PSIની 202 જગ્યા, બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ અને હથિયારધારી PSIની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં બિન હથિયારધારી મહિલા મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 324 જગ્યા માટે આગામી તા.16 માર્ચથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે જે તા.31 માર્ચ સુધી ઉમેદવારો ની ઓનલાઈન અરજી સ્વિકારાશે. આમ આખરે ભરતીઓની તારીખ બહાર પડતાં યુવક-યુવતીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.