રોજગારઃ મેગા જોબ ફેર, 4671 કંપનીઓમાં 75879 જગ્યા પર થશે ભરતી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગ, ફાર્મસી સહિતની કોલેજોમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્રારા મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને તેમની લાયકાત મુજબ રોજગારીની તકો મળે તે માટે આ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 6 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી
 
રોજગારઃ મેગા જોબ ફેર, 4671 કંપનીઓમાં 75879 જગ્યા પર થશે ભરતી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગ, ફાર્મસી સહિતની કોલેજોમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્રારા મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને તેમની લાયકાત મુજબ રોજગારીની તકો મળે તે માટે આ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં 6 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં 30 જેટલા સ્થળોએ પ્લેસમેન્ટ યોજાશે. 33 જિલ્લાઓને 6 ઝોનમાં વહેંચીને આ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ ઝોનના પ્લેસમેન્ટ કેમ્પનું ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉદ્દઘાટન કર્યું હતું, તથા પ્લેસમેન્ટ કેમ્પમાં સિલેક્ટ થનાર વિદ્યાર્થીઓને ઓફર લેટર આપ્યા હતા. રાજ્યની 500થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના 95 હજારથી વધારે વિદ્યાર્થીઓએ નોકરી માટે રજીસ્ટ્રેશન કર્યું છે. અત્યાર સુધીમાં પબ્લીક સેક્ટર, પ્રાઈવેટ સેક્ટર, સ્મોલ સ્કેલ, મીડીયમ સ્કેલ, લાર્જ સ્કેલની 4500થી વધારે કંપનીઓએ 76 હજારથી વધુ જોબની ઓફર કરી છે.

મહત્વનું છે કે, અમદાવાદ ઝોનમાં 20 હજારથી વધારે વિદ્યાર્થીઓએ જોબ માટે રજીસ્ટ્રેશન કર્યું છે. જેની સામે 24 હજાર જેટલી જોબ કંપનીઓ દ્રારા ઓફર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં નોકરીઓની સંખ્યા વધારે છે. પરંતુ કંપનીઓને યોગ્ય સ્કીલ ધરાવતા વિદ્યાર્થીઓ મળતાં નથી. જેના કારણે જોબ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓની પંસદગી થતી નથી. નોકરીઓ વિપુલ પ્રમાણમાં છે પરંતુ નોકરીઓને અનુરૂપ સ્કીલ્ડ ધરાવતા વિદ્યાર્થીઓ કંપનીઓને મળતા નથી. જે વિદ્યાર્થીઓ પાસે સ્કીલ છે તેવા અનેક વિદ્યાર્થીઓને આજે 4 લાખથી 7.5 લાખ સુધીના પેકેજ કંપનીઓ દ્રારા ઓફર કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મામલે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, હાલ મેગા જોબ ફેર દ્વારા વિધાર્થીઓને મોટા પ્રમાણમાં કંપનીઓ દ્વારા નોકરી ઓફર કરવામાં આવી રહી છે. વિધાર્થીઓની સ્કિલ વધારવા હવે ઉચ્ચ શિક્ષણમાં નવા સ્કિલ ડેવલોપમેન્ટ અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે પણ આજે અને આવતીકાલે બે દિવસ માટે રાજકોટ અને મોરબી જીલ્લાના ટેકનિકલ અને નોનટેકનિકલ જગ્યાઓ માટે “મેગા પ્લેસમેન્ટ ફેર” નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નાતક કક્ષાએ છઠ્ઠા સેમેસ્ટર તથા આઠમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લઈ શકશે. આ મેગા પ્લેસમેન્ટ ફેરમાં આજે પ્રથમ દિવસે 108 કંપનીઓ તથા બીજા દિવસે આવતીકાલે 118 જેટલી કંપનીઓ ઉપસ્થિત રહી અરજદારોને પ્લેસમેન્ટ આપશે. પ્લેસમેન્ટ ફેરમાં વાર્ષિક આશરે 1,50,000/- થી 5,00,000/- સુધીનું પેકેજ મળી શકે છે. પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેનાર કંપનીઓ માટે 100 સ્ટોલની કેમ્પસ વ્યવસ્થા કરવામાં આવી છે.