રોજગાર@મહેસાણા: કાલે જોટાણામાં સુરક્ષા જવાન-સુપરવાઇઝર ભરતીનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા જિલ્લામાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યોરિટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડિયા લી.ના સહયોગથી મહેસાણા જિલ્લામાં મહેસાણાના સિક્યોરિટી અને સુપરવાઇઝરના પદ માટે ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવતીકાલે જોટાણાની શ્રીરામ સર્વ વિધાલયમાં આયોજન કરવામાં આવ્યુ છે. આ સાથે
 
રોજગાર@મહેસાણા: કાલે જોટાણામાં સુરક્ષા જવાન-સુપરવાઇઝર ભરતીનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા જિલ્લામાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યોરિટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડિયા લી.ના સહયોગથી મહેસાણા જિલ્લામાં મહેસાણાના સિક્યોરિટી અને સુપરવાઇઝરના પદ માટે ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવતીકાલે જોટાણાની શ્રીરામ સર્વ વિધાલયમાં આયોજન કરવામાં આવ્યુ છે. આ સાથે ટી.જે. હાઈસ્કૂલ, મહેસાણા 23 ઓગસ્ટ 2020, ઝવેરી આર.ટી હાઈસ્કૂલ, કડી 24 ઓગસ્ટ 2020, કે.પી.પટેલ & એસ.યુ. પટેલ ઉ.મા શાળા, વિજાપુર 25 ઓગસ્ટ 2020ના રોજ ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે 10.00 થી 4.00 કલાક સુધીનો રાખવામાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરતી અધિકારી આર.એસ. પરમાર જણાવ્યા અનુસાર ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષ, શૈક્ષણિક લાયકાત 10 પાસ /નાપાસ, ઊંચાઈ 168 સે.મી વજન 55 કિલો અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધા જ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા, પેન લઇ હાજર રહેવું. પાસ થનાર ઉમેદવારને રીજનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા (ગાંધીનગર)માં ટ્રેનિંગ આપીને સિક્યોરિટી ઈન્ટેલિજન્ટ સર્વિસ ઇન્ડિયા લી.માં કાયમી નિયુક્તિ આપવામાં આવશે.

રોજગાર@મહેસાણા: કાલે જોટાણામાં સુરક્ષા જવાન-સુપરવાઇઝર ભરતીનું આયોજન

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરો, એરપોટ, મલ્ટીનેશનલ ઔદ્યોગિક કંપની, બેંક, મોઢેરા સૂર્યમંદિર ,આઇ.આઇ.ટી. કોલેજ, મધર ડેરી, એમેઝોન કંપની, પાટણ રાણકીવાવ, પ્રો.કબડ્ડી સ્ટેડિયમ વગેરે જગ્યાઓ પર નોકરી આપવામાં આવશે. જેમાં પગાર 12,000થી 15,000સુરક્ષા જવાનોને અને 15,000થી 20,000 સુપરવાઇઝર માટે રાખવામાં આવેલ છે. અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ. ઇ.એસ.આઇ. દ્રારા મેડિકલ સુવિધા બોનસની સુવિધા આપવામાં આવેલ છે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા કોવિડ-19ની માર્ગદર્શિકાના પાલન સાથે કરવામાં આવશે.