રોજગારઃ Indian aarmyમાં જોડાવાની અમુલ્ય તક, હિંમતનગર ખાતે ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર,પાટણ ભારતીય લશ્કરમાં જોડાઇને ઉજ્જવળ કારર્કિદી બનાવવા ઇચ્છુક ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તા. ૨૮ ઓગસ્ટ થી ૦૯ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમ્યાન સાબર સ્પોટર્સ સ્ટેડિયમ, ભોલેશ્વર, હિંમતનગર જી. સાબરકાંઠા ખાતે લશ્કરી ભરતીમેળો યોજાશે. જેમાં સોલ્જર (જનરલ ડ્યુટી), સોલ્જર ટેક(ટેકનીકલ) સોલ્જર ટેકનીકલ ( એ.વી.એન& એ.એમ.એન. એક્ઝામીનર),સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, વેટેનરી, સોલ્જર ટ્રેડમેન, સોલ્જર
 
રોજગારઃ Indian aarmyમાં જોડાવાની અમુલ્ય તક, હિંમતનગર ખાતે ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર,પાટણ

ભારતીય લશ્કરમાં જોડાઇને ઉજ્જવળ કારર્કિદી બનાવવા ઇચ્છુક ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તા. ૨૮ ઓગસ્ટ થી ૦૯ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમ્યાન સાબર સ્પોટર્સ સ્ટેડિયમ, ભોલેશ્વર, હિંમતનગર જી. સાબરકાંઠા ખાતે લશ્કરી ભરતીમેળો યોજાશે. જેમાં સોલ્જર (જનરલ ડ્યુટી), સોલ્જર ટેક(ટેકનીકલ) સોલ્જર ટેકનીકલ ( એ.વી.એન& એ.એમ.એન. એક્ઝામીનર),સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, વેટેનરી, સોલ્જર ટ્રેડમેન, સોલ્જર (કલાર્ક/સ્ટોરકીપર), સિપાઇ ફાર્માની જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

લશ્કરી ભરતી મેળામાં ભાગ લેવા માટે ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર તા ૨૯/૦૬/૨૦૧૯ થી ૧૨/૦૮/૨૦૧૯ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકશે. અને અરજી કરેલ ઉમેદવારો જ ભરતીમેળામાં પ્રવેશ મળશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in અથવા જિલ્લા રોજગાર કચેરી, પાટણ નો સંપર્ક કરવો.