આનંદો@મુસાફરો: મહેસાણાથી પાલનપુર હાઇવે 445 કરોડના ખર્ચે થશે 6 લેન

અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાલનપુર હાઇવે પર છેલ્લા કેટલાય સમયથી વાહનચાલકોનો ઘસારો વધતા રાજય સરકારે હાઇવેને છ માર્ગીય કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ઉત્તર ગુજરાતના મહેસાણાથી પાલનપુર રસ્તાને 6 માર્ગીયકરણ કરવાનું કામ રૂ. 445 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં શરુઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરુ થઇ ઉંઝા-સિધ્ધપુર સુધીના
 
આનંદો@મુસાફરો: મહેસાણાથી પાલનપુર હાઇવે 445 કરોડના ખર્ચે થશે 6 લેન

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાલનપુર હાઇવે પર છેલ્લા કેટલાય સમયથી વાહનચાલકોનો ઘસારો વધતા રાજય સરકારે હાઇવેને છ માર્ગીય કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ઉત્તર ગુજરાતના મહેસાણાથી પાલનપુર રસ્તાને 6 માર્ગીયકરણ કરવાનું કામ રૂ. 445 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં શરુઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરુ થઇ ઉંઝા-સિધ્ધપુર સુધીના 25 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત 4 માર્ગીય રસ્તાને 6 માર્ગીય કરવામાં આવશે.

આનંદો@મુસાફરો: મહેસાણાથી પાલનપુર હાઇવે 445 કરોડના ખર્ચે થશે 6 લેન

મહેસાણા-પાલનપુર હાઇવેને માર્ગીય કરવા માટે મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરુ થઇ ઉંઝા-સિધ્ધપુર સુધીના 25 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું 8 માર્ગીય કરવામાં આવશે. સાથે-સાથે ઉંઝા શહેરમાં 1200 મીટર જેટલી લંબાઇનો 6 માર્ગીય ફલાયઓવર બનાવાશે. સિધ્ધપુર ગામની 4 કિ.મી. જેટલી લંબાઇમાં 6 માર્ગીય રસ્તા ઉપરાંત બન્ને તરફ 7 મીટર પહોળાઇમાં સર્વિસ રોડ બનાવવામાં આવનાર છે. ઉક્ત કામગીરીથી મહેસાણા સિધ્ધપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.

આનંદો@મુસાફરો: મહેસાણાથી પાલનપુર હાઇવે 445 કરોડના ખર્ચે થશે 6 લેન
Advertisement

સિધ્ધપુર થી પાલનપુર સુધીની 36 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત 4 માર્ગીય રસ્તાને 6 માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું 8 માર્ગીય કરવામાં આવશે. જેના પરિણામે સિધ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.

આનંદો@મુસાફરો: મહેસાણાથી પાલનપુર હાઇવે 445 કરોડના ખર્ચે થશે 6 લેન
જાહેરાત

આ ઉપરાંત રૂ. 124 કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની 60 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત બે માર્ગીય રસ્તાના નવીનીકરણની કામગીરી પણ કરાશે.