મનોરંજન@દિવાળી: હાઉસફૂલ-4 ફિલ્મે પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી ?

અટલ સમાચાર,ડેસ્ક આ શુક્રવારે રીલિઝ થયેલી ફિલ્મ હાઉસફૂલ 4એ પહેલા દિવસે સારીએવી કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શા રિપોર્ટ મુજબ પહેલા દિવસે ફિલ્મે 18.85 કરોડની કમાણી કરી છે, પરંતુ દિવાળી બાદ આ ફિલ્મની કમાણીમાં ઘણો ફાયદો થશે. ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, ક્રીતિ ખરબંદા, ક્રિતિ સેનન અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં
 
મનોરંજન@દિવાળી: હાઉસફૂલ-4 ફિલ્મે પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી ?

અટલ સમાચાર,ડેસ્ક

આ શુક્રવારે રીલિઝ થયેલી ફિલ્મ હાઉસફૂલ 4એ પહેલા દિવસે સારીએવી કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શા રિપોર્ટ મુજબ પહેલા દિવસે ફિલ્મે 18.85 કરોડની કમાણી કરી છે, પરંતુ દિવાળી બાદ આ ફિલ્મની કમાણીમાં ઘણો ફાયદો થશે. ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, ક્રીતિ ખરબંદા, ક્રિતિ સેનન અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે.

‘હાઉસફુલ 4’ પહેલાથી જ ચર્ચામાં હતી. તેના ગીતો અને ટ્રેલર દર્શકોને ગમ્યા હતા. હવે ફિલ્મ રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી પોઝિટીવ રિવ્યૂ મળી રહ્યા છે. લોકોને અક્ષયની કોમેડી ફિલ્મ પસંદ આવી રહી છે. લોકો ફિલ્મને કોમેજીનો ફુલ ડોઝ ગણાવી રહ્યા છે. ફિલ્મમાં અક્ષયના બાલા પાત્રની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સાથે અન્ય કલાકારોની કોમેડી પણ લોકોને પસંદ આવી રહી છે.

અક્ષયની કોમેડી ફિલ્મોથી લોકોને ઘણી આશા હોય છે. અક્ષય અને રિતેશની જોડી પહેલા પણ હાઉસફુલના પહેલા પાર્ટમાં લોકોને મનોરંજન પૂરુ પાડવામાં સફળ રહ્યા હતા. આ ફિલ્મના ડાયરેક્ટર ફરહાદ સામજી છે. અને સાજિદ નાડિયાદવાલાએ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, રીતેશ દેશમુખ, બોબી દેઓલ, ક્રીતિ સેનન, પૂજા હેગડે, ક્રીતિ ખરબંદા, ચંકી પાંડે, જોની લીવર જેવા કલાકારો છે. ‘હાઉસફુલ 4’ ઉપરાંત અન્ય બે ફિલ્મો પણ રીલિઝ થઈ છે. તાપસી પન્નૂ-ભૂમિ પેડનેકરની સાંઢ કી આંખ તો રાજકુમાર રાવ અને મૌની રોયની મેડ ઈન ચાઈના પણ આજે જ રીલિઝ થઈ છે.