મહામારીઃ બોલીવૂડની પ્રખ્યાત સીંગરને કોરોના પોઝિટિવ, જાણો કોણ

અટલ સમાચાર, ડેસ્ક કનિકા કપૂરના પિતાએ જણાવ્યું કે લંડનથી પરત આવ્યા બાદ કનિકા કપૂર ત્રણ પાર્ટીઓમાં જઇ ચુકી છે. આ દરમિયાન તે આશરે 400 લોકોને મળી હતી. કનિકા પૂર્વ સાંસદ અકબર અહેમદ ડમ્પીની પાર્ટીમાં પણ સામેલ થઇ હતી. જેમાં ભાજપના અનેક મોટા નેતા, મંત્રી તથા અધિકારી સામેલ થયા હતા. તે એક મોટા બિઝનેસમેનના ઘરે આયોજિત
 
મહામારીઃ બોલીવૂડની પ્રખ્યાત સીંગરને કોરોના પોઝિટિવ, જાણો કોણ

અટલ સમાચાર, ડેસ્ક

કનિકા કપૂરના પિતાએ જણાવ્યું કે લંડનથી પરત આવ્યા બાદ કનિકા કપૂર ત્રણ પાર્ટીઓમાં જઇ ચુકી છે. આ દરમિયાન તે આશરે 400 લોકોને મળી હતી. કનિકા પૂર્વ સાંસદ અકબર અહેમદ ડમ્પીની પાર્ટીમાં પણ સામેલ થઇ હતી. જેમાં ભાજપના અનેક મોટા નેતા, મંત્રી તથા અધિકારી સામેલ થયા હતા. તે એક મોટા બિઝનેસમેનના ઘરે આયોજિત પાર્ટીમાં પણ ગઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કનિકા કપૂર હોટલ તાજમાં પણ એક કેબિનેટ મંત્રી અને અનેક આઇએએસ ઑફિસર, પેજ થ્રી સેલિબ્રિટી, નેતા અને મંત્રી સામેલ થયા હતા. બંને જ પાર્ટીઓમાં કેટરિંગ સ્ટાફ તથા હોટલ સ્ટાફ સિવાય 500થી 700 લોકો સામેલ હતા. કનિકાએ ઘણાં લોકો સાથે સેલ્ફી લીધી અને હાથ મિલાવ્યા. કનિકાના પરિવારમાં છ લોકો છે. તેના પરિવારની પણ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. સાથે જ તે બાદ હવે લખનઉમાં કોરોના પોઝીટીવ લોકોની સંખ્યા પાંચ થઇ ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કનિકાના સંપર્કમાં આવેલો દરેક વ્યક્તિ દહેશતમાં છે. નોકર-ચાકરથી લઇને પાર્ટી કેટરર તમામ કર્મી ભયભીત છે. જાણવા મળી રહ્યુ છે કે જે ગેલેંટ એપાર્ટમેન્ટમાં તે રહી હતી તે એપાર્ટમેન્ટના મોટાભાગના નિવાસી બિલ્ડીંગ છોડીને અન્ય જગ્યાઓ પર જઇ રહ્યાં છે. કનિકા કપૂરનો આખો પરિવાર પણ આ બિલ્ડીંગમાં રહે છે અને તેના આખા પરિવારને ક્વારનટીનમાં રાખવામાં આવી રહ્યો છે.