આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસના આંકડાઓ હજુ ઘટવાનું નામ નથી લેતા. તેવામાં ગુજરાતમાં કોરોના વાયરસનાં નવા 2 કેસ સામે આવ્યાં છે. જેથી રાજ્યમાં કુલ કોરોનાનાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 73 થઇ છે. આમાંથી 6 લોકોનાં મોત નીપજ્યા છે. આજે સારા સમાચાર એ પણ છે કે, કોરોનાનાં પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાંથી ત્રણ દર્દીઓ 60 વર્ષની ઉપરનાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કોરોનાની અસરને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં જે નવા કેસ સામે આવ્યાં છે તે બંન્ને લોકલ ટ્રાસ્મિશનનાં કેસ છે. એટલે આ બંન્નેની વિદેશની હિસ્ટ્રી નથી પરંતુ સ્થાનિક રીતે ચેપ લાગ્યાનું તારણ છે. આમાં એક 5 વર્ષનાં પુરૂષ છે અને અન્ય 32 વર્ષની મહિલા છે. રાજ્યમાં કુલ 73 દર્દીઓ છે તેમાંથી બે જણને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે અન્ય દર્દીઓની સ્થિતિ સામાન્ય છે.

જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં 6 કરોડથી વધુ લોકોનો સર્વે ફોન દ્વારા કે લોકો દ્વારા કરવામાં આવ્યો છે. કુલ જે પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી 32 દર્દી વિદેશની હિસ્ટ્રી ધરાવે છે, 4 દર્દી આંતરરાજ્યનાં છે જ્યારે 37 દર્દીઓ ચેપગ્રસ્ત બન્યા છે. રાજ્યમાં કુલ 19 હજાર લોકો ક્વૉરન્ટાઇન છે. સાથે આપણે કોરોના સામે લડવા માટે વિવિધ ટીમો પણ બનાવી છે અને જરૂરી મેડિકલ સાધનોનો સ્ટોક પણ મંગાવી લીધો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code