મહામારી@મહેસાણા: કોરોના કેસમાં હેવી કૂદકો, 412 દર્દી બન્યા, ખાટલા ખૂટવા તરફ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું હોઇ મંગળવારે 412 કેસ નોંધાયા હતા. આ સાથે જીલ્લામાં ગઇકાલે સારવાર દરમ્યાન 15 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મહેસાણા જીલ્લામાં સતત કોરોનાના કેસો વધી રહ્યા હોઇ હોસ્પિટલમાં બેડ ખૂટવા તરફ હોવાની સ્થિતિ બની છે. ગઇકાલે નોંધાયેલા કેસોમાં સૌથી
 
મહામારી@મહેસાણા: કોરોના કેસમાં હેવી કૂદકો, 412 દર્દી બન્યા, ખાટલા ખૂટવા તરફ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું હોઇ મંગળવારે 412 કેસ નોંધાયા હતા. આ સાથે જીલ્લામાં ગઇકાલે સારવાર દરમ્યાન 15 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મહેસાણા જીલ્લામાં સતત કોરોનાના કેસો વધી રહ્યા હોઇ હોસ્પિટલમાં બેડ ખૂટવા તરફ હોવાની સ્થિતિ બની છે. ગઇકાલે નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ મહેસાણા શહેરમાં 141 કેસ નોંધાતાં શહેરી વિસ્તારોમાં સંક્રમણ કાબૂ બહાર ગયાનું સ્પષ્ટ થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ મંગળવારે 412 દર્દીઓ નોંધાયા હતા. મહેસાણા જીલ્લાના મહેસાણા શહેર અને તાલુકામાં મળી એકસાથે 203 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. આ સાથે વિસનગરમાં 66, વિજાપુરમાં 35, કડીમાં 31, ખેરાલુમાં 19, વડનગરમાં 17, ઊંઝામાં 15, બહુચરાજીમાં 14 અને સતલાસણાના 12 કેસનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, મહેસાણા જીલ્લામાં મંગળવારે જીલ્લાના શહેર વિસ્તારોમાં 240 અને ગ્રામ્ય વિસ્તારોમાં 172 કેસ નોંધાયા હતા.