મહામારી: રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1607 નવા કેસ, 16 દર્દીઓના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં અત્યારે કુલ 14,732 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,636 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,86, 446 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1607 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1388 દર્દીઓ સાજા થયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
મહામારી: રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1607 નવા કેસ, 16 દર્દીઓના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં અત્યારે કુલ 14,732 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,636 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,86, 446 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1607 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1388 દર્દીઓ સાજા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3938 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 20,51,16 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,732 છે. આજે રાજ્યમાં કુલ 69,283 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 325, અમદાવાદ જિલ્લામાં 28, સુરત શહેરમાં 238, સુરત જિલ્લામાં 61, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 44, ગાંધીનગર શહેરમાં 35, ગાંધીનગર જિલ્લામાં 31, બનાસકાંઠામાં 51, પાટણમાં 49, જામનગર, મહેસાણામાં 43-43, આણંદમાં 37, ખેડામાં 35 સહિત કુલ 1607 કેસ નોંધાયા છે.

 

24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 11, સુરતમાં 4 જ્યારે ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 337, અમદાવાદ જિલ્લામાં 19, સુરત શહેરમાં 173, સુરત જિલ્લામાં 21, વડોદરા શહેરમાં 257, વડોદરા જિલ્લામાં 38 , રાજકોટ શહેરમાં 81 રાજકોટ જિલ્લામાં 36, બનાસકાંઠામાં 57 સહિત કુલ 1388 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.