ભૂલ@બનાસકાંઠા: ઓપરેટરનો રીપોર્ટ 0, અધિકારીને પુછતાં 88 કેસનો ઘટસ્ફોટ

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જીલ્લામાં કોરોના દર્દીઓ પૈકી સારવાર હેઠળ કેટલા હોવાની બાબતે મોટી ભૂલ સામે આવી છે. રાજ્ય સરકારના ઓનલાઇન ડેટા મુજબ ગઇકાલની તારીખે જીલ્લામાં કોરોનાનો એકપણ દર્દી નથી. જ્યારે અધિકારીને પુછતાં 88 દર્દી સારવાર હેઠળ હોવાનો ખુલાસો કર્યો છે. આવી સ્થિતિમાં કોરોના દર્દીઓની વિગતો સરકારની વેબસાઇડ ઉપર ચડાવવામાં મોટી બેદરકારી થઇ હોવાનું સામે
 
ભૂલ@બનાસકાંઠા: ઓપરેટરનો રીપોર્ટ 0, અધિકારીને પુછતાં 88 કેસનો ઘટસ્ફોટ

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જીલ્લામાં કોરોના દર્દીઓ પૈકી સારવાર હેઠળ કેટલા હોવાની બાબતે મોટી ભૂલ સામે આવી છે. રાજ્ય સરકારના ઓનલાઇન ડેટા મુજબ ગઇકાલની તારીખે જીલ્લામાં કોરોનાનો એકપણ દર્દી નથી. જ્યારે અધિકારીને પુછતાં 88 દર્દી સારવાર હેઠળ હોવાનો ખુલાસો કર્યો છે. આવી સ્થિતિમાં કોરોના દર્દીઓની વિગતો સરકારની વેબસાઇડ ઉપર ચડાવવામાં મોટી બેદરકારી થઇ હોવાનું સામે આવ્યુ છે. સોશિયલ મિડીયામાં બનાસકાંઠા જીલ્લો કોરોનામુક્ત હોવાના સ્ક્રીનશોર્ટ વાયરલ થતાં સમગ્ર બાબત સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠા જીલ્લો કોરોના મુક્ત હોવાનો ઓપરેટર દ્રારા ભૂલથી દાવો થઇ ગયો છે. ગુજરાત સરકારની gujcovid19.gujarat.gov.in વેબસાઇડ પર તા.03/08/2020ની 9.39 મિનીટે બનાસકાંઠા જીલ્લો અચાનક ગ્રીન ઝોનમાં બતાવી દીધો છે. જેમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા શુન્ય બતાવવામાં આવી છે. એટલે કે, બનાસકાંઠા જીલ્લામાં ગઇકાલ રાત્રી સુધીમાં કોરોના વાયરસનો એકપણ દર્દી ન હોવાની ડેટાએન્ટ્રી કરી હતી. જોકે જીલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીને પુછતાં જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસના હજુ 88 દર્દીઓ સારવાર હેઠળ છે.

ભૂલ@બનાસકાંઠા: ઓપરેટરનો રીપોર્ટ 0, અધિકારીને પુછતાં 88 કેસનો ઘટસ્ફોટ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લા કોવિડ તંત્ર મારફત રાજ્ય કોવિડ સેન્ટર સુધી જતી આંકડાકીય વિગતમાં ભૂલ થઇ હોઇ શકે છે અથવા રાજ્ય સરકારની વેબસાઇડમાં ઓનલાઇન ડેટા એન્ટ્રી કરનાર ઓપરેટરે મોટી ભૂલ કરી હોઇ શકે. ગુજરાત કોવિડની વેબસાઇડ ઉપર બનાસકાંઠા જીલ્લો કોરોનામુક્ત હોવાની આંકડાકીય વિગતો જોઇ ચોંકાવનારી સ્થિતિ બની છે. જેના પગલે સોશિયલ મિડીયામાં સરકારી વેબસાઇડના ડેટા ઉપર મંથન સર્જાઇ ગયુ છે.