ઘટના@ડીસા: પતિની ગેરહાજરી વચ્ચે મહિલાને સળગાવવાનો પ્રયાસ, બચ્યાં

અટલ સમાચાર, ડીસા ડીસા શહેરમાં પરિણિતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. મિલકત બાબતના વિવાદમાં સાસરી પક્ષ દ્રારા સળગાવી નાંખવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે થયેલી ફરીયાદથી હડકંપ મચી ગયો છે. પતિની ગેરહાજરી વચ્ચે પત્નિ સાથે સાસરીયા દ્રારા થયેલી ગતિવિધિને પગલે પંથકના સામાજીક આલમમાં ખળભળાટ મચી ગયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ઘટના@ડીસા: પતિની ગેરહાજરી વચ્ચે મહિલાને સળગાવવાનો પ્રયાસ, બચ્યાં

અટલ સમાચાર, ડીસા

ડીસા શહેરમાં પરિણિતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. મિલકત બાબતના વિવાદમાં સાસરી પક્ષ દ્રારા સળગાવી નાંખવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે થયેલી ફરીયાદથી હડકંપ મચી ગયો છે. પતિની ગેરહાજરી વચ્ચે પત્નિ સાથે સાસરીયા દ્રારા થયેલી ગતિવિધિને પગલે પંથકના સામાજીક આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના ચંદ્રલોક વિસ્તારમાં મિલકતના વિવાદમાં પરિણિતાને જીવતી સળગાવાનો પ્રયાસ થયો હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગત 21 જાન્યુઆરીના રોજ પરિણિતાના પતિ બહારગામ ગયા હતા. આ દરમ્યાન બપોરના સમયે સસરા-દિયર અને દેરાણીએ પરિણિતાને મકાન ખાલી કરવા જણાવ્યુ હતુ. જે બાબતે ઇન્કાર કરતા પરિણિતાને ગડદાપાટુંનો માર મારી જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક સમયથી મિલકતને લઇ ચાલતા વિવાદમાં ગઇકાલે પરિણિતાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરિણિતાના દિયરે ધોકા વડે માર મારી કહેલ કે, અમારી ઉપર પોલીસ કેસ પાછો નહિ ખેંચે તો તને સળગાવી મારીશું. સમગ્ર મામલે પીડિત ધરતીબેને ડીસા ઉત્તર પોલીસ મથકે સસરા ઇશ્વરલાલ સેવંતિલાલ મોદી, દિયર યોગેશ ઇશ્વરલાલ મોદી અને દેરાણી સિવાનીબેન યોગેશભાઈ મોદી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો.કલમ 498(A), 323, 285 ,508 (2) અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.