આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં ફરી એકવાર યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે. પંથકમાં થતી ચર્ચાઓ મુજબ પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીને ગ્રામજનોએ પકડીને નગ્ન કરી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ પણ આવા અનેક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા પંથકના કોઇ ગામમાં યુવકને નગ્ન કરી દોરીથી બાંધી માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં યુવકના માથામાંથી લોહી વહેવા છતાં પણ લોકોએ મુંડન કર્યુ હોવાનું દેખાઇ રહ્યુ છે. આ વિડીયોથી કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વિડીયોમાં યુવક કંઇ બોલવા તૈયાર નથી છતાં લોકોએ તેને બોલવા મજબૂર કરી કેમ આવ્યો સાચુ બોલ.. તેવા શબ્દો સંભળાઇ રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવક તેની પ્રેમિકાને મળવા આવ્યો હોવાનું પંથકમાં ચર્ચાઇ રહ્યુ છે. વિડિઓ કયા વિસ્તારનો છે ? તેની કોઈ પૃષ્ટિ થઈ નથી. વિડિઓમાં પીડિત યુવક અને ટોળાના લોકો ગુજરાતી અને મારવાડી બોલતા હોવાનું સામે આવ્યુ છે. આ પ્રકારના વીડિયોને લઈને કાયદો અને વ્યવસ્થાની સામે અનેક ગંભીર સવાલો થઈ રહ્યાં છે.

07 Jul 2020, 5:57 AM (GMT)

COVID-19 Global Stats

11,843,757 Total Cases
543,461 Death Cases
6,812,433 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code