ઘટના@સમી: હોટલમાં જમ્યા બાદ 11 લોકોને ફૂડ પોઈઝનિંગ, 3 ગંભીર

અટલ સમાચાર, સમી સમી તાલુકાના ગામે હાઇવે ઉપર આવેલી હોટલમાં રાત્રે જમ્યા બાદ 11 લોકોને ખોરાકીઝેરની અસર થઇ છે. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ત્રણ લોકોની હાલત હજીપણ નાજુક હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત પરિવારજનોના હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ઘટના@સમી: હોટલમાં જમ્યા બાદ 11 લોકોને ફૂડ પોઈઝનિંગ, 3 ગંભીર

અટલ સમાચાર, સમી

સમી તાલુકાના ગામે હાઇવે ઉપર આવેલી હોટલમાં રાત્રે જમ્યા બાદ 11 લોકોને ખોરાકીઝેરની અસર થઇ છે. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ત્રણ લોકોની હાલત હજીપણ નાજુક હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત પરિવારજનોના હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે આવેલી ખોડિયાર હોટલમાં રાત્રે ભોજન બાદમાં 11 લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું સામે આવ્યુ છે. હોટલમાં ફીક્સ થાળીનું ભોજન આરોગી રહ્યા હતા. આ દરમ્યાન 11 લોકોની તબિયત લથડી હતી. તો એક યુવકને લોહીની ઉલટીઓ થતાં તમામને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સમી સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખોરાકી ઝેરની અસરને કારણે ત્રણ વ્યક્તિઓની હાલત હાલ અત્યંત નાજુક છે. ગઇકાલે રાત્રે હોટલમાં ભોજન બાદ ફૂડપોઇઝનિંગની અસરથી ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ અસરગ્રસ્તોના પરિવારજનો હાલ સમી સિવીલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.