Exam: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી

અટલ સમાચાર, ડેસ્ક સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક કક્ષાની પરીક્ષા (CHSL) ટાયર 2 અને સંયુક્ત સ્નાતક સ્તર (CGL) પરીક્ષાની તારીખો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ આ પરીક્ષાઓ માટે અરજી કરી છે ,તેઓ SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને પરીક્ષાનું સમયપત્રક ચકાસી શકે છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ સંદર્ભમાં
 
Exam: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી

અટલ સમાચાર, ડેસ્ક

સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક કક્ષાની પરીક્ષા (CHSL) ટાયર 2 અને સંયુક્ત સ્નાતક સ્તર (CGL) પરીક્ષાની તારીખો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ આ પરીક્ષાઓ માટે અરજી કરી છે ,તેઓ SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને પરીક્ષાનું સમયપત્રક ચકાસી શકે છે.

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ સંદર્ભમાં જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરેલી સૂચના અનુસાર, એસએસસી સીજીએલ ટાયર 2 ની પરીક્ષા 28 અને 29 જાન્યુઆરી 2022 ના રોજ યોજાશે. જ્યારે સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક કક્ષાની પરીક્ષા (CHSL) ની ટાયર 2 ની (Tier-2) પરીક્ષા 09 જાન્યુઆરી 2022 ના ​​રોજ યોજવામાં આવશે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ પરીક્ષાની સંપૂર્ણ વિગતો મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ- ssc.nic.in ની મુલાકાત લઇને માહિતી મેળવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

SSC CGL પરીક્ષા માટે અરજી પ્રક્રિયા 29 ડિસેમ્બર 2020 થી શરૂ કરવામાં આવી હતી. ઓનલાઈન અરજી કરવા માટે 1 જાન્યુઆરી 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ ઓનલાઇન ફી (Online fees) જમા કરવાની તારીખ 2 ફેબ્રુઆરી 2021 હતી. આ જગ્યા માટે ટાયર 1 ની પરીક્ષા 13 થી 24 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવી હતી. એસએસસી (SSC)દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ટાયર 2 ની પરીક્ષા 28 અને 29 જાન્યુઆરી 2022 ના રોજ યોજાશે. ઉપરાંત ટાયર 3 ની પરીક્ષા 6 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજાશે. ટૂંક સમયમાં ઇન્ટરવ્યૂની તારીખ પણ જાહેર કરવામાં આવશે.

એસએસસી(SSC) સીએચએસએલ માટેની અરજી પ્રક્રિયા 6 નવેમ્બર 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેના માટે ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા માટે 26 ડિસેમ્બર 2020 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.આ ભરતી અંતર્ગત પ્રથમ પેપરની પરીક્ષા 12 થી 19 એપ્રિલ 2021 દરમિયાન લેવામાં આવી હતી. તેમજ પ્રથમ પેપરની આન્સર કી 30 ઓગસ્ટ 2021 ના ​​રોજ બહાર પાડવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ ખાલી જગ્યા માટે Tier 2ની પરીક્ષા 9 જાન્યુઆરી 2022 ના રોજ યોજવામાં આવશે.

કોન્સ્ટેબલ જીડી ભરતી 2020 માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવામાં આવશે. આ પરીક્ષા 16 નવેમ્બર 2021 થી 15 ડિસેમ્બર 2021 સુધી યોજાશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ વેબસાઈટ પર જઈને વિગતો ચકાસી શકે છે.