પરીક્ષા@કાંકરેજઃ બોર્ડના ટેસ્ટમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ મુઝવણ વચ્ચે ઉત્સાહમાં

અટલ સમાચાર, કાંકરેજ કાંકરેજના અલગ અલગ વિસ્તારમાં આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે. જેમાં તાલુકાના અલગ અલગ વિસ્તારો ફાળવેલ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત તેમજ સી.સી.ટીવી કેમેરાથી પરીક્ષા લેવા માટે તૈયારીઓ કરાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ શાંતિ પૂર્વક પરીક્ષા આપી પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
પરીક્ષા@કાંકરેજઃ બોર્ડના ટેસ્ટમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ મુઝવણ વચ્ચે ઉત્સાહમાં

અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજના અલગ અલગ વિસ્તારમાં આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે. જેમાં તાલુકાના અલગ અલગ વિસ્તારો ફાળવેલ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત તેમજ સી.સી.ટીવી કેમેરાથી પરીક્ષા લેવા માટે તૈયારીઓ કરાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ શાંતિ પૂર્વક પરીક્ષા આપી પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એમ.વી.વાલાણી હાઈસ્કૂલ ખાતે બનાસકાંઠા જિલ્લા મહામંત્રી ભાજપના ભારતસિંહ ભટેસરિયા, આચાર્ય શિક્ષક સ્ટાફ તેમજ શિહોરી પોલીસ સ્ટાફ દ્રારા બાળકોને કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. જેમાં ગામના અગ્રણીઓ અરવિંદજી ગોહિલ, રમેશ જોષી તેમજ શિક્ષકો અને વાલીઓ દ્રારા કંકુ તિલક અને ગોળધાણા ખવડાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.