પરિક્ષા@યુનિવર્સિટીઃ કારકુન પરીક્ષાની તારીખ બદલવા હિત રક્ષક સમિતિની માંગ

અટલ સમાચાર, પાટણ મંગળવારે યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિને લેખીતમાં માંગ કરી છે કે, 8 ડીસેમ્બરે પાટણ યુનિવર્સીટી કારકૂન અને ગૌણસેવા પસંદગી મંડળની નાયબ સેક્શન અધિકારી પરિક્ષા યોજાનાર છે. એક જ દિવસે બન્ને પરિક્ષા હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવા કારકૂનની તારીખ બદલવા રજૂઆત કરી હતી. શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નોને લઈ યુનિવર્સિટી હિત
 
પરિક્ષા@યુનિવર્સિટીઃ કારકુન પરીક્ષાની તારીખ બદલવા હિત રક્ષક સમિતિની માંગ

અટલ સમાચાર, પાટણ

મંગળવારે યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિને લેખીતમાં માંગ કરી છે કે, 8 ડીસેમ્બરે પાટણ યુનિવર્સીટી કારકૂન અને ગૌણસેવા પસંદગી મંડળની નાયબ સેક્શન અધિકારી પરિક્ષા યોજાનાર છે. એક જ દિવસે બન્ને પરિક્ષા હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવા કારકૂનની તારીખ બદલવા રજૂઆત કરી હતી.

પરિક્ષા@યુનિવર્સિટીઃ કારકુન પરીક્ષાની તારીખ બદલવા હિત રક્ષક સમિતિની માંગ

શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નોને લઈ યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ અવાજ ઉઠાવતી આવી છે. ત્યારે આગામી તારીખ.8-12-2019 ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કારકુનની ભરતી માટેની પરીક્ષા છે. અને એ જ દિવસે ગુજરાત રાજ્યના નાયબ સેક્શન ઓફીસરની ભરતી માટેની પણ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા યોજાનાર છે. બંને જગ્યાઓ માટે સમાન લાયકાત ધરાવનાર ઉમેદવારો લેખીત પરિક્ષા આપવાના છે. જેથી આવા ઉમેદવારોને બન્ને પરિક્ષામાં બેસવાની તક મળી રહે અને શિક્ષીત યુવાનો રોજગારી મેળવી શકે માટે યુનિવર્સિટી દ્વારા તારીખ બદલવામાં આવે તેવી માંગ કરી હતી.