કવાયત@અમદાવાદ: સેનાના શહીદોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર બનશે શહીદપાર્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદમાં શહીદ સૈનિકોને સન્માન આપવાના હેતુથી એક નવો પ્રોજેક્ટ અમલમાં લાવવાની ચર્ચા ચાલી રહી છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશાળ શહીદ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં શહીદ પાર્ક બનાવવા માટે MOU પણ થઈ ગયા છે. જેમાં AMC અને કેન્દ્રીય રક્ષા મંત્રાલય વચ્ચે આ MOU કરવામાં આવ્યા છે.
 
કવાયત@અમદાવાદ: સેનાના શહીદોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર બનશે શહીદપાર્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં શહીદ સૈનિકોને સન્માન આપવાના હેતુથી એક નવો પ્રોજેક્ટ અમલમાં લાવવાની ચર્ચા ચાલી રહી છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશાળ શહીદ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં શહીદ પાર્ક બનાવવા માટે MOU પણ થઈ ગયા છે. જેમાં AMC અને કેન્દ્રીય રક્ષા મંત્રાલય વચ્ચે આ MOU કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેમ્પ હનુમાન સામે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળની જગ્યામાં શહીદ પાર્કનું નિર્માણ કરવાના MOU થયા છે. જમીન રિક્લેમ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી હોવાની વાત પણ AMCના અધિકારીઓ કરી રહ્યા છે. મહત્વનું છે કે, શહીદ સૈનિકોના 3 પરિવાર દ્વારા CMને રજૂઆત કરાઇ હતી. જે બાદ રક્ષામંત્રાલય સાથે MOU થયા છે. અને હવે કેન્ટોનમેન્ટ બોર્ડ અને AMCને પત્ર લખી કામગીરી શરૂ કરવા આદેશ થઈ ચૂક્યા છે. તો ડિઝાઇન અને સ્વરૂપ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. શહીદ પાર્ક સહિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ પણ બનશે.