કવાયત@બનાસકાંઠા: સેરોગેસી માતા બનાવી ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિથી થશે કાંકરેજી ગાયનું સંવર્ધન

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર બનાસડેરી દ્રારા ગઇકાલે જ કરોડપતિ મહિલા પશુપાલકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ તરફ હવે બનાસ ડેરીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ના વૈજ્ઞાનિકો સાથે મળી સારી ઓલાદની ગાયના ગર્ભમાં અંડાશય તૈયાર કરી દેશી કાંકરેજી ગાયના ગર્ભમાં તે ગર્ભ મૂકી સારી ઓલદની દેશી કાંકરેજી ગાય તૈયાર કરવાની કવાયત શરૂ કરી હોવાનું
 
કવાયત@બનાસકાંઠા: સેરોગેસી માતા બનાવી ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિથી થશે કાંકરેજી ગાયનું સંવર્ધન

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

બનાસડેરી દ્રારા ગઇકાલે જ કરોડપતિ મહિલા પશુપાલકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ તરફ હવે બનાસ ડેરીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ના વૈજ્ઞાનિકો સાથે મળી સારી ઓલાદની ગાયના ગર્ભમાં અંડાશય તૈયાર કરી દેશી કાંકરેજી ગાયના ગર્ભમાં તે ગર્ભ મૂકી સારી ઓલદની દેશી કાંકરેજી ગાય તૈયાર કરવાની કવાયત શરૂ કરી હોવાનું સામે આવ્યુ છે. દેશી કાંકરેજી ગાય હવે 20 થી વધુ લીટર દૂધ આપતા બચ્ચાને જન્મ આપશે. મોટાભાગે લોકો ગાય દૂધ ઓછું આપતી હોવાથી તેનો ઉછેર કરતા નથી. લોકો દેશી કાંકરેજી ગાયનો ઉછેર કરતા થાય તે માટે ગર્ભ પ્રત્યારોપણ પધ્ધતિ ની મદદથી હવે દેશી અને ઓછું દૂધ આપતી કાંકરેજી ગાય સેરોગેસી માતા બનશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્રારાકાંકરેજી ગાયના સંવર્ધન માટે નવતર પ્રયાસ શરૂ કરાયો છે. દેશી ગાયની ઘટતી સંખ્યાનું સૌથી મોટું કારણ તેનું ઓછું દૂધ છે. બનાસકાંઠાની પ્રખ્યાત કાંકરેજી ગાય હવે ઓછી થઈ છે. લોકો દેશી ગાયનો ઉછેર અને પાલનપોષણ કરતા થાય તે માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સાથે મળી બનાસ ડેરીએ કાંકરેજી ગાયની ઉચ્ચત્તમ બ્રિડ તૈયાર કરવાની કામગીરી હાથધરી છે. જે મામલે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના વૈજ્ઞાનિક સિધ્ધાર્થ રોય જણાવ્યું હતું કે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી ની મદદથી સારી ઓલાદની કાંકરેજી ગાય પેદા થશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના વૈજ્ઞાનિકો દ્વારા સારી ઓલાદની કાંકરેજી ગાય, કે જે દિવસનું 20 થી 25 લીટર દૂધ આપે છે, તેના ગર્ભમાં સારા બળદ પાસે ગર્ભ તૈયાર કરાવી તે અંડાશય દેશી કાંકરેજી ગાયના ગર્ભમાં મુકવામાં આવશે. જેથી ઓછું દૂધ આપતી ગાયના ગર્ભમાં 20 લીટરથી વધુ દૂધ આપતું બાળક પેદા થશે. બનાસકાંઠાની દેશી કાંકરેજી ગાય આ પદ્ધતિના ઉપયોગ થકી સારૂ દૂધ આપતી થશે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ જણાવ્યું હતું કે, લોકો દેશી કાંકરેજ ગાયનો ઉછેર કરતા થાય તે માટે બનાસ ડેરીએ ઉચ્ચ ગુણવત્તાવાળી દેશી કાંકરેજી ગાયના સંવર્ધન કરવાની કામગીરી હાથધરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો