કવાયત@GSRTC: રાજ્યના પ્રખ્યાત સ્થળોએ ફરવા જવુ છે ? ST દ્રારા બસના નવા શિડ્યુલ જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોના કેસો ઘટતાં ફરી એકવાર ગુજરાતીઓ ફરવાનું પ્લાનિંગ ગોઠવી રહ્યા છે. જોકે હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા એસટી બસના નવા શિડ્યુલ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ડાયરેક્ટર યાત્રાધામ કે પર્યટન સ્થળની બસો શરૂ કરવામાં આવી છે. જેથી રાજ્યના પ્રવાસીઓને સગવડતા મળી રહેશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
કવાયત@GSRTC: રાજ્યના પ્રખ્યાત સ્થળોએ ફરવા જવુ છે ? ST દ્રારા બસના નવા શિડ્યુલ જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોના કેસો ઘટતાં ફરી એકવાર ગુજરાતીઓ ફરવાનું પ્લાનિંગ ગોઠવી રહ્યા છે. જોકે હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા એસટી બસના નવા શિડ્યુલ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ડાયરેક્ટર યાત્રાધામ કે પર્યટન સ્થળની બસો શરૂ કરવામાં આવી છે. જેથી રાજ્યના પ્રવાસીઓને સગવડતા મળી રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના કેસ ઘટતા પર્યટન સ્થળો ફરી ધમધમતા થયા છે અને પ્રવાસન સ્થળોને વેગ આપવા માટે એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓને સરળતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મળી રહે તેના માટે એસટી નિગમ પ્રવાસન સ્થળો પર બસ દોડાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોળાવીરા, પાવાગઢ, દાંડી સહિતના પ્રવાસન સ્થળો માટે 1 ઓક્ટોબરથી એક્સપ્રેસ બસ સેવા શરૂ કરવામાં આવશે.જેના કારણે પ્રવાસીઓ સસ્તું ભાડુ અને સલામત મુસાફરી માટે એસટી નિયમ એક્સપ્રેસ અને લોકલ બસ સેવા શરૂ કરાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

  • વડનગર- સ્ટેસ્યુ ઓફ યુનિટીની બસ સવારે 4 વાગ્યે ઉપડશે.11 કલાકે પહોંચાડશે.
  • સ્ટેસ્યુ ઓફ યુનિટી-વડનગર થી બપોરે 1 વાગ્યે ઉપડશે સાંજે 8.10 વાગ્યે પહોંચાડશે
  • વડનગર- સ્ટેસ્યુ ઓફ યુનિટીની બસ રાતે 9 વાગ્યે ઉપડશે.સવારે 4 વાગ્યે પહોંચાડશે.
  • સ્ટેસ્યુ ઓફ યુનિટી-વડનગર થી રાતે 9 વાગ્યે ઉપડશે.અને સવારે 4.10 વાગ્યે પહોંચાડશે

દાંડી

  • ગાંધીનગર-દાંડી એક્સપ્રેસ બસ સવારે 9 વાગ્યે ઉપડશે.અને 5.30 વાગ્યે પહોંચાડશે.
  • દાંડી-ગાંધીનગર. એક્સપ્રેસ બસ સવારે 7 વાગ્યે ઉપડશે અને 3.30 કલાકે પહોંચાડશે.
  • ગાંધીનગર-દાંડી એક્સપ્રેસ બસ 6.30 વાગ્યે ઉપડશે.અને સવારે 2.55 વાગ્યે પહોંચાડશે.
  • દાંડી-ગાંધીનગર. એક્સપ્રેસ બસ સવારે 5.15 વાગ્યે ઉપડશે અને બપોરે 1.40 પહોંચાડશે.

ધોળાવીરા

  • અમદાવાદ-ધોળાવીરા એક્સપ્રેસ સાંજે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 4.30 વાગ્યે પહોંચાડશે.
  • ધોળાવીરા-અમદાવાદ એક્સપ્રેસ બસ સેવા સાંજે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 2.30 વાગ્યે પહોંચાડશે.

લોકલ બસ સેવા

  • ભચાઉ-ધોળાવીરા-ભચાઉ લોકલ બસ સેવા
  • ધોળાવીરા-રાપર-ધોળાવીરા લોકલ બસ સેવા
  • અંજાર-ધોળાવીરા-ખરોડા લોકલ બસ સેવા
  • ખરોડા-ધોળાવીરા-અંજાર લોકલ બસ સેવા
  • ભુજ-ધોળાવીરા-ડુંગરાનિવાંઢ લોકલ બસ સેવા
  • ડુંગરાનિવાંઢ-ધોળાવીરા-ભુજ લોકલ બસ સેવા

પાવાગઢ (માંચી)

  • અમદાવાદ-પાવગઢ (માંચી)સવારે 5 વાગ્યે ઉપડશે અને સવારે 8.40 વાગ્યે પહોંચાડશે.
  • પાવગઢ (માંચી)-અમદાવાદ એક્સપ્રેસ બસ સવારે 9 વાગ્યે ઉપડશે અને બપોરે 12.50 વાગ્યે પહોંચાડશે.
  • અમદાવાદ-પાવગઢ (માંચી) બપોરે 1.30 વાગ્યે ઉપડશે અને બપોરે 5.20 વાગ્યે પહોંચાડશે.
  • પાવગઢ (માંચી)-અમદાવાદ એક્સપ્રેસ બસ સાંજે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 9.50 વાગ્યે પહોંચાડશે.

બસનું ભાડું

  • વડનગર- સ્ટેસ્યુ ઓફ યુનિટી એક્સપ્રેસ બસ સેવાનું ભાડું: 177 રૂપિયા.
  • સ્ટેસ્યુ ઓફ યુનિટી-વડનગર એક્સપ્રેસ બસ સેવાનું ભાડું: 177 રૂપિયા.
  • અમદાવાદ-પાવગઢ (માંચી)નું એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 124 રૂપિયા.
  • પાવગઢ (માંચી)-અમદાવાદ એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 124 રૂપિયા.
  • ગાંધીનગર-દાંડી એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 182 રૂપિયા.
  • દાંડી-ગાંધીનગર એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 182 રૂપિયા.
  • અમદાવાદ-ધોળાવીરા એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 209 રૂપિયા.
  • ધોળાવીરા-અમદાવાદ એક્સપ્રેસ બસ સેવાનું ભાડુ 209 રૂપિયા.