કવાયત@ગુજરાત: ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને આવતીકાલે મળી શકે છે માર્કશીટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓની માર્કશીટ 12મી ઓગસ્ટે શાળાઓને આપવામાં આવી શકે છે જે બાદમાં શાળા દ્રારા તે માર્કશીટ વિધાર્થીઓને સોંપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 11 ઓગસ્ટના રોજ રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે તેમ GSHEBના સૂત્રોએ જણાવ્યું હતું. ડીઈઓ’ કચેરીઓ બાદમાં તે શાળાઓમાં મોકલશે.
 
કવાયત@ગુજરાત: ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને આવતીકાલે મળી શકે છે માર્કશીટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓની માર્કશીટ 12મી ઓગસ્ટે શાળાઓને આપવામાં આવી શકે છે જે બાદમાં શાળા દ્રારા તે માર્કશીટ વિધાર્થીઓને સોંપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 11 ઓગસ્ટના રોજ રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે તેમ GSHEBના સૂત્રોએ જણાવ્યું હતું. ડીઈઓ’ કચેરીઓ બાદમાં તે શાળાઓમાં મોકલશે. રાજ્યની મોટાભાગની શાળાઓને 12 ઓગસ્ટના દિવસે જ માર્કશીટ અને સર્ટિફિકેટ સોંપવાની આશા છે’, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોવિડ-19ના કારણે આ વર્ષે પરીક્ષા રદ કરાયા બાદ, રાજ્યના શિક્ષણ વિભાગે વિધાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક માપદડં તૈયાર કર્યા હતા. આ વર્ષે શાળાઓના તમામ રેગ્યુલર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાના સરકારના નિર્ણયને અનુપ એક પણ વિધાર્થી નપાસ થયો નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલમાં જ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ માટે રિઝલ્ટ જાહેર કયુ હતું, જેમાં 4,00,127 વિધાર્થીઓ પાસ થયા હતા. બોર્ડે આ વર્ષે માસ પ્રમોશનના કારણે 100% પરિણામ જાહેર કયુ હોવા છતાં, 90%થી વધુ ગુણ મેળવનારા વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધોરણ-12માં સામાન્ય પ્રવાહના કુલ 4,00,127 વિધાર્થીઓમાંથી C1 ગ્રેડમાં 1,29,781 વિધાર્થીઓ પાસ થયા છે. આ પછી C2ગ્રેડમાં 1,08,299 વિધાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9,455, ગ્રેડ B1માં 35,288 યારે ગ્રેડ B2માં 82,010 વિધાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ ગ્રેડ C1 અને C2માં વિધાર્થીઓ પાસ થયા છે. ગ્રેડ Dમાં 28-,690 વિધાર્થીઓ અને E1માં 5,885 અને E2માં 28 વિધાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે