કવાયત@મહેસાણા: જન્મદિવસે જ જીવતાં સમાધિનું એલાન, જીવ છોડી શિવને પામવા સંતની સફર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા તાલુકાના ગામે સત્ય શબ્દ સંશોધન કેન્દ્રના મહંત સપ્તશૂનને સમાધિ લેવાની જાહેરાત કરતાં પોલીસતંત્રમાં દોડધામ મચી છે. મહંતે પોતાના જન્મદિવસે જ જીવતાં સમાધિનું એલાન કરી જીવ છોડી શિવને પામવા કવાયત શરૂ કરી છે. મહંતની જાહેરાત સાથે જ તેમના અનુયાયીઓ અને ધર્મપ્રેમી જનતાં મોટી સંખ્યામાં ગામમાં ઉમટી પડતી હોઇ તંત્ર હરકતમાં
 
કવાયત@મહેસાણા: જન્મદિવસે જ જીવતાં સમાધિનું એલાન, જીવ છોડી શિવને પામવા સંતની સફર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકાના ગામે સત્ય શબ્દ સંશોધન કેન્દ્રના મહંત સપ્તશૂનને સમાધિ લેવાની જાહેરાત કરતાં પોલીસતંત્રમાં દોડધામ મચી છે. મહંતે પોતાના જન્મદિવસે જ જીવતાં સમાધિનું એલાન કરી જીવ છોડી શિવને પામવા કવાયત શરૂ કરી છે. મહંતની જાહેરાત સાથે જ તેમના અનુયાયીઓ અને ધર્મપ્રેમી જનતાં મોટી સંખ્યામાં ગામમાં ઉમટી પડતી હોઇ તંત્ર હરકતમાં આવ્યુ છે. સુત્રો તરફથી મળતી વિગતો મુજબ આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મહંત સાથે બંધબારણે બેઠક પણ કરી હતી. જોકે મહંતે આવતીકાલે રાત્રે પોતાનો દેહ છોડવાની વાત કરી હોઇ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યા છે. જોકે આવતીકાલના કાર્યક્રમની કોઇપણ મંજૂરી ન લીધી હોવાથી પોલીસ કાર્યવાહી પણ કરી શકે છે. આ સાથે પોલીસતંત્ર દ્રારા જીલ્લામાં વધતાં જતાં કોરોના કહેરને લઇ વધુ લોકો એકઠા ન થાય તેવી અપીલ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામે સત્ય સંશોધન કેન્દ્રના મહંત સપ્તશૂનને સમાધિ લેવાની જાહેરાત કરી છે. મંહત સપ્તશૂનને આવતીકાલે 4 તારીખે રાત્રિના 10 થી 11 કલાકની વચ્ચે પોતાનો દેહ છોડવાની જાહેરાત કરી છે. મહંતની આ જાહેરાતના પગલે છઠીયારડા ગામે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં આજે પોલીસની એક ટીમ છઠીયારડા પહોંચી હતી. જ્યાં મહંત અને પોલીસ અધિકારીઓ વચ્ચે બંધબારણે બેઠક પણ યોજાઇ હતી. જેમાં કોરોના કહેર વચ્ચે લોકો એકઠા ના થાય તેનુ ધ્યાન રાખવા અપીલ કરી હતી.

કવાયત@મહેસાણા: જન્મદિવસે જ જીવતાં સમાધિનું એલાન, જીવ છોડી શિવને પામવા સંતની સફર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહંતે સમાધિ લેવાનું જાહેર કરતાં જ તેમના અનુયાયીઓ અને ધર્મપ્રેમી જનતાં છઠીયારડા ગામે પહોચી રહ્યા છે. જોકે કોરોનાની હાલની પરીસ્થિતિ જોતાં ભોજન જેવા આયોજન પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે જો આતવીકાલે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થશે તો ચોક્કસપણે પોલીસ કોવિડ ગાઇડલાઇન મુજબ કાર્યવાહી પણ કરી શકે છે. મહંતના પરિવારજને જણાવ્યું હતુ કે, કાલે મહંતનો જન્મ દિવસ હોવાથી તેઓ ભક્તોની સામે બેસીને રાત્રે 10 થી 11 કલાકની વચ્ચે પોતાનો દેહ છોડી દેશે.