કવાયત@પાટણ: કોરોના વાઇરસને લઇ આરોગ્ય તંત્ર પૂર્વ તૈયારીમાં લાગ્યું

અટલ સમાચાર, પાટણ સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાવનાર કોરોના વાયરસને લઇ પાટણ જીલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. તંત્ર દ્રારા પૂર્વ તૈયારીના ભાગરૂપે પાટણ સિવીલમાં 20 બેડના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ધારપુર મેડિકલ કોલેજ ખાતે 15 બેડ સાથે વેન્ટિલેટર વોર્ડમાં કોરોના દર્દીઓ માટે આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો હોવાનું મુખ્ય આરોગ્ય અધિકારી ડો.
 
કવાયત@પાટણ: કોરોના વાઇરસને લઇ આરોગ્ય તંત્ર પૂર્વ તૈયારીમાં લાગ્યું

અટલ સમાચાર, પાટણ

સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાવનાર કોરોના વાયરસને લઇ પાટણ જીલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. તંત્ર દ્રારા પૂર્વ તૈયારીના ભાગરૂપે પાટણ સિવીલમાં 20 બેડના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ધારપુર મેડિકલ કોલેજ ખાતે 15 બેડ સાથે વેન્ટિલેટર વોર્ડમાં કોરોના દર્દીઓ માટે આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો હોવાનું મુખ્ય આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલવીએ જણાવ્યુ હતુ.

કવાયત@પાટણ: કોરોના વાઇરસને લઇ આરોગ્ય તંત્ર પૂર્વ તૈયારીમાં લાગ્યું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કવાયત@પાટણ: કોરોના વાઇરસને લઇ આરોગ્ય તંત્ર પૂર્વ તૈયારીમાં લાગ્યું

પાટણ જીલ્લા આરોગ્ય તંત્ર દ્રારા કોરોના વાયરસને લઇ પૂર્વતૈયારીના ભાગરૂપે કવાયત હાથ ધરવામાં આવી છે. નોંધનિય છે કે, પાટણ જિલ્લાના 6 પ્રવાસીઓને કોરોના બાબતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જેમાં પાટણ તાલુકાના 3, સરસ્વતી તાલુકાના 2 અને હારીજ તાલુકાના 1 મળી કુલ 6 લોકો આરોગ્ય તંત્ર ના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. અત્યાર સુધી 9 જેટલા પ્રવાસીઓને એરપોર્ટ પર થી સ્ક્રિનિંગ કરેલા મુસાફરો નું કરાયુ છે ઓબ્ઝઝર્વ. જેમાંથી 3નું ગાઈડ લાઈન મુજબ 14 દિવસનું ફોલોપ પૂર્ણ કરાયું છે. અત્યાર સુધી પાટણ જિલ્લામાં એક પણ કોરોનાને લગતો કેસ નોંધાયો ન હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યુ છે.

સમગ્ર મામલે પાટણ જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અલ્પેશ સાલ્વીએ જણાવ્યુ હતુ કે, જીલ્લાના કુલ ૬ જેટલા લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ઓબ્ઝર્વેશનમાં રખાયેલા મુસાફરોમાં નાના-મોટા સીમટન્સ જણાશે તો આઇશોલેશન વોર્ડમાં રાખવાની તૈયારી કરવામાં આવી છે. આ સાથે પાટણ સિવિલમાં 20 બેડનો વોર્ડ અને ધારપુર મેડિકલ કોલેજમાં 5 બેડ સાથે વેન્ટિલેટર વોર્ડની કોરોના દર્દીઓ માટે આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.