પ્રદર્શન@પાલનપુર: પડતર પ્રશ્નોને લઇ અધ્યાપકોએ ધારણ કર્યા કાળા કપડાં

અટલ સમાચાર, પાલનપુર છેલ્લા કેટલાક સમયથી પગારપંચ સહિતના પડતર પ્રશ્નોને લઇ અધ્યાપક મંડળ નારાજ છે. જેના સંદર્ભમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પોલિટેક્નિકના અધ્યાપકોએ સામુહિક ધોરણે કાળાં કપડાં ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. આ સાથે સતત એક અઠવાડીયું કાળાં કપડાં પહેરી વિદ્યાર્થીઓને ભણાવવાની તૈયારી દર્શાવતા સત્તાધિશો માટે મુંઝવણભરી પરિસ્થિતિ બની છે. અધ્યાપકોના વિરોધને પગલે સરકારી કોલેજમાં ગુરૂઓની
 
પ્રદર્શન@પાલનપુર: પડતર પ્રશ્નોને લઇ અધ્યાપકોએ ધારણ કર્યા કાળા કપડાં

અટલ સમાચાર, પાલનપુર

છેલ્લા કેટલાક સમયથી પગારપંચ સહિતના પડતર પ્રશ્નોને લઇ અધ્યાપક મંડળ નારાજ છે. જેના સંદર્ભમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પોલિટેક્નિકના અધ્યાપકોએ સામુહિક ધોરણે કાળાં કપડાં ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. આ સાથે સતત એક અઠવાડીયું કાળાં કપડાં પહેરી વિદ્યાર્થીઓને ભણાવવાની તૈયારી દર્શાવતા સત્તાધિશો માટે મુંઝવણભરી પરિસ્થિતિ બની છે. અધ્યાપકોના વિરોધને પગલે સરકારી કોલેજમાં ગુરૂઓની સ્થિતિ સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરની સરકારી પોલિટેક્નિકમાં આજે અચાનક ફરજ પર આવેલા પ્રોફસરોને જોઇ આશ્ચર્યજનક સ્થિતિ બની છે. અધ્યાપકોએ ભેગા થઇ કાળા કપડામાં વિરોધ પ્રદર્શન દર્શાવ્યુ છે. પડતર પગારપંચ સહિતના પડતર પ્રશ્નો સામે ઝઝૂમતા અધ્યાપકોએ પ્રદર્શનના ભાગરૂપે અઠવાડીયું કાળાં કપડાં પહેરવાનું નક્કી કર્યુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજ્યવ્યાપી વિરોધને પગલે પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના અધ્યાપકો જોડાયા છે.