અભિયાન@બનાસકાંઠા: તંત્ર સાથે યુવાટીમનો દૈનિક સેવાસેતુ, ધરમધક્કાને બ્રેક

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્રારા અનેક સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જોકે અર્ધશિક્ષિત, અભણ તેમજ ગરીબ લાભાર્થીઓ જાણકારીના અભાવે યોજનાકીય સેવા મેળવી શકતા નથી. આ સાથે સહાયકારી યોજનામાં ધરમધક્કાથી પણ અનેક પરિવારો થાકી જાય છે. છેલ્લા કેટલાક સમયથી તંત્રના સેવાસેતુ સામે જીલ્લાની યુવાટીમ દૈનિક સેવાસેતુનુ અભિયાન ચલાવી વિવિધ યોજનાનો લાભ ઘેર બેઠા
 
અભિયાન@બનાસકાંઠા: તંત્ર સાથે યુવાટીમનો દૈનિક સેવાસેતુ, ધરમધક્કાને બ્રેક

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્રારા અનેક સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જોકે અર્ધશિક્ષિત, અભણ તેમજ ગરીબ લાભાર્થીઓ જાણકારીના અભાવે યોજનાકીય સેવા મેળવી શકતા નથી. આ સાથે સહાયકારી યોજનામાં ધરમધક્કાથી પણ અનેક પરિવારો થાકી જાય છે. છેલ્લા કેટલાક સમયથી તંત્રના સેવાસેતુ સામે જીલ્લાની યુવાટીમ દૈનિક સેવાસેતુનુ અભિયાન ચલાવી વિવિધ યોજનાનો લાભ ઘેર બેઠા અપાવી રહ્યા છે.

અભિયાન@બનાસકાંઠા: તંત્ર સાથે યુવાટીમનો દૈનિક સેવાસેતુ, ધરમધક્કાને બ્રેક

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એક ગ્રુપ યોજનાલક્ષી સેવાઓ ઘરઆંગણે અપાવવા મથામણમાં લાગેલુ છે. આ ગતિવિધિમાં યુવાટીમે શરૂઆતમાં આરોગ્યની સેવાઓમાં ઝંપલાવી સારવારનો ખર્ચ ઉઠાવી શકવા મજબૂર પરિવારો સાથે સંપર્ક કેળવ્યો હતો. જેમાં અચાનક હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટરનું તોતિંગ બિલ જોઇ ચોંકી ગયેલા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં જ માં કાર્ડ અપાવી દેતા પરિવાર આર્થિક ભારણથી બચ્યો હતો.

અભિયાન@બનાસકાંઠા: તંત્ર સાથે યુવાટીમનો દૈનિક સેવાસેતુ, ધરમધક્કાને બ્રેક

આ દરમ્યાન વહીવટીતંત્રના સુત્રો મારફત યુવાટીમને માહિતિ મળતા અનેક વિધવા મહિલાઓના સહાયકારી ફોર્મ મામલે દોડધામ કરી છે. જેમાં વિધવા મહિલાને મળતી સહાય બાબતે તેના ઘેર કર્મચારી સાથે પહોંચી જરૂરી કાર્યવાહી કરી બેંકખાતામાં સહાયની રકમ આપવામાં સફળ રહ્યા છે. આ તરફ યોજનાની અમલવારીમાં સફળ મધ્યસ્થી મળી જતાં સેવાસેતુના સત્તાધિશોને અરજીઓના ઘસારામાં નિ:શુલ્ક મદદ મળતી હોવાનો ઘાટ ઘડાયો છે.

અભિયાન@બનાસકાંઠા: તંત્ર સાથે યુવાટીમનો દૈનિક સેવાસેતુ, ધરમધક્કાને બ્રેક

સમગ્ર મામલે હરેશ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, શરૂઆતમાં લાભાર્થીઓ માટે કેટલીક કામગીરી કરતા અનેકના ચહેરા ઉપર ખુશી જોવા મળતા અભિયાન રૂપે ચલાવી રહ્યા છીએ. જેમાં માં કાર્ડ, યુવાઓને ડ્રાઇવિંગ લાયસન્સ, વિધવા સહાય અને સંલગ્ન યોજનાઓમાં ગરીબ લાભાર્થીઓ સુધી પહોંચી યોજનાનો લાભ અપાવી રહ્યા છીએ. આનાથી નાગરિકના ભાગરૂપે સરકારને મદદ થવા સાથે-સાથે લાભાર્થીઓના ચહેરાઓ ઉ૫ર આવતી ખુશી સૌથી વધુ મહત્વની છે.