પર્દાફાશ@ગુજરાત: 1760 કિલોમીટર દૂરથી લાવ્યા 32 બાળમજૂરો, પોલીસની મોટી રેડ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સીઆઇડી ક્રાઇમે ગુજરાતમાં બાળમજૂરી કરવા બિહારથી બાળકોની હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતથી 1760 કિલોમીટર દૂર બિહારથી 32 બાળમજૂરોને રાજ્યમાં લાવવાની ચોક્કસ બાતમી આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ અને ચાઈલ્ડ એનજીઓએ અમદાવાદમાં 32 બાળકોને છોડાવ્યા છે. બિહારથી ગુજરાતમાં બાળકોને બાળમજૂરી માટે લાવી રહ્યા હોવાની બાતમી મળતા
 
પર્દાફાશ@ગુજરાત: 1760 કિલોમીટર દૂરથી લાવ્યા 32 બાળમજૂરો, પોલીસની મોટી રેડ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સીઆઇડી ક્રાઇમે ગુજરાતમાં બાળમજૂરી કરવા બિહારથી બાળકોની હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતથી 1760 કિલોમીટર દૂર બિહારથી 32 બાળમજૂરોને રાજ્યમાં લાવવાની ચોક્કસ બાતમી આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ અને ચાઈલ્ડ એનજીઓએ અમદાવાદમાં 32 બાળકોને છોડાવ્યા છે. બિહારથી ગુજરાતમાં બાળકોને બાળમજૂરી માટે લાવી રહ્યા હોવાની બાતમી મળતા ગુજરાતની સીઆઈડી ક્રાઈમ અને વિવિધ ચાઈલ્ડ એનજીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરી અને હ્યુમન ટ્રાફિકિંગનો પ્રર્દાફાશ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતની બચપન બચાવો એનજીઓને બાતમી મળી હતી કે, બિહારથી સગીરવયના બાળકોને જુદા-જુદા રાજ્યોમાં બાળ મજૂરી માટે લઈને આવી રહ્યા છે. અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે. જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ NGOઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડીને 32 બાળકોને છોડાવ્યા હોવાનું ચાઈલ્ડ કેરના કર્મચારી અને સંચાલકે જણાવ્યું હતું.

પર્દાફાશ@ગુજરાત: 1760 કિલોમીટર દૂરથી લાવ્યા 32 બાળમજૂરો, પોલીસની મોટી રેડ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યાં હતાં. આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તપાસમા ખુલ્યુ છે. બાળકો પાસેથી મળી આવેલા આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ પણ નકલી હોવાની શંકા વ્યકત કરવામા આવી છે. આ બાળકોને કયા મજૂરી માટે લઈ જઈ રહયા હતા અને કયા કયા દલાલો આ હ્યુમન ટ્રાફિકિંગમા સંડોવાયેલા છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

નોંધનિય છે કે, સીઆઈડી ક્રાઈમ અને વિવિધ ચાઈલ્ડ એનજીઓએ મધ્યપ્રદેશના રતલામમાંથી 3 બાળક, વડોદરામાંથી 7 બાળક, રાજસ્થાનમાંથી 9 બાળકો અને અમદાવાદમાંથી 32 બાળકોને રેસ્કયુ કર્યા. આ બાળકોને રાજકોટ, જામનગર, સુરત અને અમદાવાદ મજૂરી માટે લઈ જઈ રહ્યા હોવાનું ખુલ્યું છે. હાલમાં તમામ બાળકોના કોરોના ટેસ્ટ કરાવીને ચાઈલ્ડ કેરને સોંપવામા આવ્યા છે.