પર્દાફાશ@સમી: ટ્રકચાલક સાથેના સેટીંગમાં ઓઇલ ચોરી પકડાઇ, 4 સામે ફરીયાદ

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ પોલીસે ઓઇલ ચોરી ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. બાતમી આધારે પોલીસે સમી પાસે રેડ કરી ઓઇલ અને ટેન્કર સહિત રૂ.30,34,510નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ગાંધીધામ-કંડલા તરફ જતાં ઓઇલ ભરેલા ટેન્કરોના ડ્રાઇવરો સાથે કોન્ટેક્ટ કરી મુખ્ય સુત્રધાર પોતાની જગ્યાએ લઇ જઇ અને વાલ્વ તોડ્યા વગર સિફતપૂર્વક ઓઇલચોરી કરતા
 
પર્દાફાશ@સમી: ટ્રકચાલક સાથેના સેટીંગમાં ઓઇલ ચોરી પકડાઇ, 4 સામે ફરીયાદ

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ પોલીસે ઓઇલ ચોરી ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. બાતમી આધારે પોલીસે સમી પાસે રેડ કરી ઓઇલ અને ટેન્કર સહિત રૂ.30,34,510નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ગાંધીધામ-કંડલા તરફ જતાં ઓઇલ ભરેલા ટેન્કરોના ડ્રાઇવરો સાથે કોન્ટેક્ટ કરી મુખ્ય સુત્રધાર પોતાની જગ્યાએ લઇ જઇ અને વાલ્વ તોડ્યા વગર સિફતપૂર્વક ઓઇલચોરી કરતા હોવાનું ખુલ્યુ છે. જેમાં પોલીસે ચાર આરોપીઓ સામે નામજોગ ફરીયાદ દાખલ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ચાર રસ્તા પાસેથી પોલીસે રેડ કરી ઓઇલચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જીલ્લા પોલીસ અધિક્ષકના આદેશથી ઓઇલચોરીના બનાવો શોધી કાઢવા સમી પોલીસ તપાસમાં હતી. આ દરમ્યાન બાતમી આધારે ગુજરવાડા ચાર રસ્તા પાસે, મોમાઇ કાઠીયાડી હોટલની પાછળ, જલારામ શોપીંગ સેન્ટરમાં રેઇડ કરી હતી. કાર્યવાહી દરમ્યાન ટેન્કરમાંથી ડ્રાઇવર તથા અન્ય બે ઇસમો ભેગા મળી કેસ્ટર ઓઇલ કાઢતા મળી આવ્યા હતા. પોલીસે આ ટેન્કરની બાજુમાં આવેલ દુકાનમા કેરબાઓમા સંગ્રહીત કરેલ કેસ્ટર ઓઇલ કુલ લીટર-630 કિ.રૂ.49,140નો અનઅધિકૃત જથ્થો ઝડપી પાડ્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે કાર્યવાહી દરમ્યાન ઓઇલ ભરવાના ખાલી કેરબા નંગ.50, ટોકર નંગ-2, રોકડ રકમ રૂ.9500, મોબાઇલ નંગ-3 કિ.રૂ.6000 તથા ટેન્કર તેમજ ટેન્કરમાં ભરેલ કેસ્ટર ઓઇલ સહિતનો કુલ મુદ્દામાલ કિ.રૂ.30,34,510 કબજે કર્યો છે. પોલીસે ઠાકોર અલ્પેશજી વિરમજી રહે.ઉપેરા,ચતુરપુરા તા.ઉંઝા, જી.મહેસાણા, ઠાકોર લક્ષમણજી ઉદાજી રહે.ઉપેરા,ચતુરપુરા તા.ઉંઝા.જી.મહેસાણા, રાયમા ઇલીયાસ હુસેન રહે.ગાંધીધામ,ન્યુ સુંદરપુરી છાપરા, ગાંધીધામ જી.કચ્છ અને રાજપૂત રમેશી પથુજી રહે.શીંહી ઉંઝા,તા.ઉંઝા જી.મહેસાણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે કરતા હતા ઓઇલ ચોરી ?

ઓઇલચોરી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજપૂત રમેશજી પથુજી રહે. શિંહી,તા.ઊંઝા જી.મહેસાણાવાળો મહેસાણા જિલ્લામાં પિલવાઈ, કડી જેવા અલગ- અલગ સ્થળોએ આવેલ ઓઇલ મિલમાંથી કેસ્ટર ઓઇલ ભરી ગાંધીધામ, કંડલા તરફ જતા ટેન્કરોના ડ્રાઈવરો સાથે સંપર્ક કર્યો હતો. જેને રસ્તામાં સમી ખાતે આવેલ પોતાની ભાડે રાખેલ દુકાન ઉપર મોકલતા હતા. જ્યાં હાજર પોતાના માણસો આ ટેન્કરના વાલ્વ ઉપરના સિલને તોડવા સિવાય વાલ્વનું હેન્ડલ ઊંચું કરી એક ટેન્કરમાંથી અંદાજે 35 થી 50 લીટર જેટલું કેસ્ટર ઓઇલ સિફતપૂર્વક કાઢી લઈ જેના પૈસા સ્થળ ઉપર ટેન્કર ચાલકને ચૂકવી દેતા હતા. અને દુકાનમાં સંગ્રહિત થયેલ કેસ્ટર ઓઇલ રમેશજી પોતાના પિકપ ડાલા મારફતે લઈ જતો હતો.