ભીષણ આગ@સુરતઃ બે માળ બળીને ખાખ, બિલ્ડીંગ ધરાશાયી થવાની સંભાવના

અટલ સમાચાર, ડેસ્ક સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં રાતે 3 વાગે ભીષણ આગ લાગી હતી જે ધીરે ધીરે વિકરાળ બની હતી. 70થી વઝુ ફાયર વિભાગની ગાડીઓ, 4 હાઈડ્રોલિક ફાયર ફાઈટર અને 3 હાઈડ્રોલિક ફુવારાની મદદથી આગ બુઝાવવાની પ્રયાસો થઈ રહ્યા છે. ચોથા અને પાંચમા માળે હજુ પણ આગ ચાલુ છે. આ માર્કેટમાં 800થી વધુ દુકાનો આવેલી
 
ભીષણ આગ@સુરતઃ બે માળ બળીને ખાખ, બિલ્ડીંગ ધરાશાયી થવાની સંભાવના

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં રાતે 3 વાગે ભીષણ આગ લાગી હતી જે ધીરે ધીરે વિકરાળ બની હતી. 70થી વઝુ ફાયર વિભાગની ગાડીઓ, 4 હાઈડ્રોલિક ફાયર ફાઈટર અને 3 હાઈડ્રોલિક ફુવારાની મદદથી આગ બુઝાવવાની પ્રયાસો થઈ રહ્યા છે. ચોથા અને પાંચમા માળે હજુ પણ આગ ચાલુ છે. આ માર્કેટમાં 800થી વધુ દુકાનો આવેલી છે. અત્યાર સુધીમાં રૂા. 30 કરોડથી વધુનું નુકાસાન થઈ ચુક્યુ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ગ્રાઉન઼્ડ, પ્રથમ અને બીજો માળ બળીને ખાખ થઈ ચૂક્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ માર્કેટ સુરત મનપાની હદ બહાર આવ્યું છે. માર્કેટની A વિંગમાં આગ લાગી છે. ત્રણ વિંગમાં 800 દુકાન, A વિંગમાં અંદાજીત 120 દુકાન છે. 70 ટકા દુકાનોમાં કાપડનો માલ ભરેલો છે. અંદાજિત 30 કરોડથી વધુનું નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. સુરતના પુણા-કુંભારિયા ખાતે રઘુકુળ સેલ્યુંમ ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે આ માર્કેટમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયરબ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતાં કહ્યું હતું કે, આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી લાગી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. બીજાથી લઈને છઠ્ઠા માળ સુધી આગના ધૂમાડા ફેલાઈ રહ્યાં છે. આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાનું ધ્યાને આવતાં ફાયરબ્રિગેડ દ્વારા કાચ તોડીને ધૂમાડાને બહાર કાઢીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે દુકાનમાં છત પર લગાવવામાં આવેલા સિલીંગને પણ તોડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.