અતિગંભીર: ઉત્તર ગુજરાતના 3 જીલ્લામાં આજે એકસાથે 80 દર્દીને કોરોના આવ્યો

અટલ સમાચાર, મહેસાણા, પાટણ, પાલનપુર ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ આજે મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં મળી 80 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે મહેસાણામાં 19, પાટણમાં 39 અને બનાસકાંઠામાં 22 નવા દર્દીઓનો ઉમેરો થયો છે. અનલોકમાં મળેલી છૂટછાટને કારણે સંક્રમણ બેકાબૂ બનતાં દરરોજ નવા કેસો સામે આવ્યા
 
અતિગંભીર: ઉત્તર ગુજરાતના 3 જીલ્લામાં આજે એકસાથે 80 દર્દીને કોરોના આવ્યો

અટલ સમાચાર, મહેસાણા, પાટણ, પાલનપુર

ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ આજે મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં મળી 80 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે મહેસાણામાં 19, પાટણમાં 39 અને બનાસકાંઠામાં 22 નવા દર્દીઓનો ઉમેરો થયો છે. અનલોકમાં મળેલી છૂટછાટને કારણે સંક્રમણ બેકાબૂ બનતાં દરરોજ નવા કેસો સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ નવા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડી મોકલી આપી તેમના સંપર્કમાંઆવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણમાં એકસાથે નવા 39 દર્દીઓ ઉમેરાતાં કુલ આંકડો 657 પહોંચ્યો

અતિગંભીર: ઉત્તર ગુજરાતના 3 જીલ્લામાં આજે એકસાથે 80 દર્દીને કોરોના આવ્યો
સાંજે નોંધાયેલા કેસોની વિગત

પાટણ જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના બેફામ બનતાં દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. જેમાં આજે પાટણ શહેરમાં 19,પાટણ તાલુકામાં 2, ચાણસ્મા તાલુકામાં 7 અને શહેરમાં 2, રાધનપુર શહેરમાં 2 અને તાલુકામાં 2, સરસ્વતી તાલુકામાં 1, સિધ્ધપુર શહેરમાં 1 અને તાલુકામાં 3 મળી નવા 39 કેસ સામે આવતાં કુલ આંકડો 657 કેસ સામે આવ્યા છે.

અતિગંભીર: ઉત્તર ગુજરાતના 3 જીલ્લામાં આજે એકસાથે 80 દર્દીને કોરોના આવ્યો
મોડી સાંજે નોંધાયેલા કોરોના કેસોની વિગત

જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતગર્ત તમામ દર્દીઓના એકદમ નજીકના અને દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

મહેસાણામાં પણ 19 કેસ સામે આવ્યા

મહેસાણામાં જીલ્લામાં કોરોના સંક્રમણ હવે કાબૂ બહાર જઇ રહ્યુ છે. આ તરફ નવા 19 દર્દીઓનો ઉમેરો થતાં ગ્રામ્ય અને શહેરી પંથકમાં સંક્રમણ બેકાબૂ બન્યુ છે. આજે મહેસાણા શહેરમાં 3, મહેસાણા તાલુકામાં 5, કડી શહેરમાં 2, કડી તાલુકામાં 4, વિસનગર શહેરમાં 4 અને જોટાણા તાલુકામાં 1 મળી નવા 19 દર્દીઓનો ઉમેરો થયો છે. આજે નોંધાયેલા કેસોમાં સૌથી વધુ પુરૂષ 16 અને 3 મહિલા કોરોના સંક્રમિત બન્યા છે. આ તરફ આજે જીલ્લામાંથી નવા 3 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અતિગંભીર: ઉત્તર ગુજરાતના 3 જીલ્લામાં આજે એકસાથે 80 દર્દીને કોરોના આવ્યો

બનાસકાંઠામાં કોરોના બેકાબૂ બનતાં આજે નવા 22 કેસ

બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસનો કહેર હવે અવિરત બન્યો છે. દરરોજ ડબલ આંકડામાં નવા કેસો આવવાની સાથે આજે જીલ્લામાં એકસાથે નવા 22 કેસનો ઉમેરો થયો છે. જેમાં વાવ-3, લાખણી-3, દિયોદર-1, કાંકરેજ-7, ધાનેરા-1 અને ડીસામાં 7 મળી નવા 22 દર્દીઓનો ઉમેરો થયો છે. દરરોજ નવા વિસ્તારો અને મહોલ્લાંઓમાં કોરોનાના કેસો સામે આવતાં સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યુ છે.

અતિગંભીર: ઉત્તર ગુજરાતના 3 જીલ્લામાં આજે એકસાથે 80 દર્દીને કોરોના આવ્યો

બનાસકાંઠામાં જીલ્લામાં નોંધાયેલા કેસોની વિગત

  • અશોકભાઈ જગદીશભાઈ પરમાર, રામસણ, તા. ડીસા
  • વોરા વૃત વિતરાગભાઈ, સપ્રેડા તા.વાવ
  • મહેતા સંગીતાબેન પ્રવીણભાઈ, ભાખરી તા.વાવ
  • કંચનબેન રમેશભાઈ જૈન, ગેળા તા. લાખણી
  • કુમારપાળ રમેશભાઈ જૈન, ગેળા, તા. લાખણી
  • રત્નાભાઈ જોરાજી ચૌધરી, કુડા તા.લાખણી
  • જોરાજી જવાનજી રાઠોડ, જુના નેસડા. તા.ડીસા
  • સચિનભાઈ દીનેશકુમાર શાહ, ભીલડી તા.ડીસા
  • પુરીબેન પ્રવીણભાઈ રાવળ, થરા તા. કાંકરેજ
  • સોલંકી ભીખુજી સુરાજી, બુકોલી.તા.કાંકરેજ
  • ઠાકોર ઓધાજી રામાજી,ઝાલમોર તા.કાંકરેજ
  • ઠાકોર સંજુજી ચુનાજી, ડુંગરાસણ, તા.કાંકરેજ
  • વાઘેલા બલીબેન રણછોડજી,આંગણવાડા તા.કાંકરેજ
  • વાઘેલા બબાજી કાજલસિંગ, આંગણવાડા તા.કાંકરેજ
  • ચેતનભારથી વજાભારથી ગોસ્વામી, જુનાડીસા તા. ડીસા
  • ડુંગરદાન રાજુદાન ગઢવી, નાનુડા. તા.ધાનેરા
  • લતાબેન દિનેશભાઇ મોદી, Scw હાઈસ્કૂલ, ડીસા
  • કરશનભાઈ લવજીભાઇ જોશી, તાકળિયાના, ડીસા
  • દિલીપકુમાર વિઠ્ઠલભાઇ ચૌહાણ, દિયોદર
  • જાલમસિંગ અગરસિંગ પરમાર, મહાદેવીયા, તા.ડીસા