અતિગંભીર@તલોદ: ખાતરમાં ભેળસેળની બૂમ વચ્ચે રેડ, તાત્કાલિક 80 બેગ સીલ

અટલ સમાચાર, તલોદ કોરોના મહામારી વચ્ચે તલોદમાં ક્વોલિટી કંટ્રોલની ટીમે એગ્રિ બિઝનેસ સેન્ટરમાં રેડ કરતાં ખળભળાટ મચી ગયો છે. પોટાશ ખાતરના નામે મોટા પ્રમાણમાં યુરિયા ખાતર વેચી ખેડૂતો સાથે સૌથી મોટી છેતરપિંડી કરવામાં આવતી હોવાનો સનસનીખેજ વિગતો સામે આવી છે. સમગ્ર બાબતે ગંભીરતા દાખવી ખેતીવાડી વિભાગના ક્વોલિટી કંટ્રોલ લગત અધિકારીએ બાતમી આધારે આકસ્મિત તપાસ કરતાં
 
અતિગંભીર@તલોદ: ખાતરમાં ભેળસેળની બૂમ વચ્ચે રેડ, તાત્કાલિક 80 બેગ સીલ

અટલ સમાચાર, તલોદ

કોરોના મહામારી વચ્ચે તલોદમાં ક્વોલિટી કંટ્રોલની ટીમે એગ્રિ બિઝનેસ સેન્ટરમાં રેડ કરતાં ખળભળાટ મચી ગયો છે. પોટાશ ખાતરના નામે મોટા પ્રમાણમાં યુરિયા ખાતર વેચી ખેડૂતો સાથે સૌથી મોટી છેતરપિંડી કરવામાં આવતી હોવાનો સનસનીખેજ વિગતો સામે આવી છે. સમગ્ર બાબતે ગંભીરતા દાખવી ખેતીવાડી વિભાગના ક્વોલિટી કંટ્રોલ લગત અધિકારીએ બાતમી આધારે આકસ્મિત તપાસ કરતાં સાબરકાંઠા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના તલોદમાં આજે ખાનગી એગ્રિ બિઝનેસ સેન્ટરમાં રેડ કરવામાં આવી હતી. જેમાં દુકાનના સંચાલકો ખાતરમાં ખેડૂતો સાથે ભયાનક છેતરપિંડી આચરતાં હોવાની બુમરાડ મચી હતી. ગત દિવસોએ ખેડૂતોએ દુકાનમાંથી પોટાશ ખાતરની ખરીદી કર્યા બાદ યુરિયા ખાતર નિકળતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. આથી પ્રાથમિક વિગતો આધારે કૃષિ, બીજ વિભાગ અને ક્વોલિટી લગતના અધિકારીઓની ટીમે વેચાણ કેન્દ્ર ઉપર રેડ કરી હતી. કાર્યવાહી દરમ્યાન 80 જેટલી બેગ સીલ કરી તાત્કાલિક અસરથી વેચાણ અટકાવી દીધુ છે. આ સાથે સેમ્પલ લઇ ખાતરની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

અતિગંભીર@તલોદ: ખાતરમાં ભેળસેળની બૂમ વચ્ચે રેડ, તાત્કાલિક 80 બેગ સીલ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ખાતરના નામે શું ખેડૂતોને અત્યાર સુધી છેતરવામાં આવ્યા ? ભેળસેળ કરી હોય કે બનાવટી ખાતર આપ્યુ હોય તો ? તેના કારણો, સમગ્ર શંકાસ્પદ ગતિવિધિ પાછળના માણસો ? અને અત્યાર સુધી કેટલું શંકાસ્પદ ખાતર વેચાણ કરવામાં આવ્યુ ? તે સહિતની બાબતે તપાસ અત્યંત મહત્વની બની ગઇ છે. આ સાથે સાબરકાંઠા જીલ્લા અને ઉત્તર ગુજરાતમાં ખાતરના નામે છેતરપિંડી છે કે કેમ ? તેની પુષ્ટિ મેળવવી ખેડૂતો અને ખેતીવાડી વિભાગ માટે તાત્કાલિક જરૂરી બન્યુ છે.