સુવિધા@ગુજરાતઃ ઇ-ગ્રામ પંચાયતને રેશનીંગ કાર્ડમાં સુધારો કરવાની સત્તા અપાઈ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 14292 ઇ-ગ્રામ પંચાયતને રેશનીંગ કાર્ડમાં સુધારો કરવાની સત્તા અપાઈ છે. ગ્રામ્ય સ્તરે અત્યાર સુધી રેશનીંગ કાર્ડમાં સુધારો મામલતદાર કચેરી મારફત થતો હતો. જે હવે ઇ-ગ્રામ પંચાયતમાંથી પણ થશે તેવો પરિપત્ર સરકારે જાહેર કર્યો છે. ઇ-ગ્રામ પંચાયતમાંથી સાત-બારના દાખલા, જન્મ-મરણના દાખલા, ટેક્સ કલેક્શન, વીજળી બિલ સહિતની કામગીરી ઇ-ગ્રામ પંચાયત
 
સુવિધા@ગુજરાતઃ ઇ-ગ્રામ પંચાયતને રેશનીંગ કાર્ડમાં સુધારો કરવાની સત્તા અપાઈ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 14292 ઇ-ગ્રામ પંચાયતને રેશનીંગ કાર્ડમાં સુધારો કરવાની સત્તા અપાઈ છે. ગ્રામ્ય સ્તરે અત્યાર સુધી રેશનીંગ કાર્ડમાં સુધારો મામલતદાર કચેરી મારફત થતો હતો. જે હવે ઇ-ગ્રામ પંચાયતમાંથી પણ થશે તેવો પરિપત્ર સરકારે જાહેર કર્યો છે. ઇ-ગ્રામ પંચાયતમાંથી સાત-બારના દાખલા, જન્મ-મરણના દાખલા, ટેક્સ કલેક્શન, વીજળી બિલ સહિતની કામગીરી ઇ-ગ્રામ પંચાયત હેઠળ કામ કરતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે કે વી.સી.ઇ દ્વારા કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

જેમાં રેશનીંગ કાર્ડમાંથી નામ રદ કરવું, નામ ઉમેરવું કે રેશનીંગ કાર્ડમાં સુધારો પણ થશે. રેશનીંગ કાર્ડમાં સુધારા માટે દરેક સુધારાદીઠ રૂ. 20નો ચાર્જ નાગરિકે ચુકવવાનો રહેશે. સુધારા કરવા ઇચ્છતા નાગરિકે વી.સી.ઇ પાસે જઇને નિયત નમુનાનું ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ સાથે રજૂ કરવાના અને સાથે પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. પ્રમાણપત્રો સ્કેન થઇને તેની ઓનલાઇ્ન ચકાસણી બાદ જરૂરી સુધારો રેશનીંગ કાર્ડમાં થઇ જશે.