file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિસરમાં ફ્રી વાઇફાઇ સેવા અને રિવર રાફ્ટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે.

1લી સપ્ટેમ્બરથી શરૂ થશે રિવર રાફ્ટિંગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ગામે પશ્ચિમ ભારતની પ્રથમ રિવર રાફ્ટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે દિવાળી લોકો કેવડિયામાં ઉજવે તો પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે. 1લી સપ્ટેમ્બરથી રિવર રાફટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે.

બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફ્ટિંગની મઝા માણીને સાહસિકતાના પાઠો શીખશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે દુનિયાભરમાં રિવર રાફ્ટિંગ ખૂબ જ લોકપ્રિય છે. વિશ્વનાં પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે. ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે તેવી આશા છે.

FILE PHOTO

અહીં વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું હોઇ વનસ્પતિ વૈવિદ્યનો ઉછેર કરાશે. જંગલ સફારીમાં જીરાફ અને ગેંડા સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે. આ સાથે બટર ફ્લાય પાર્કમાં પતંગિયા ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાના આનંદ દર્શન થશે. કેક્ટસ ગાર્ડનમાં મનમોહક કેક્ટસ જોવા મળશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code