ફફડાટ@સરકારઃ સુરતથી ઓરિસ્સા પહોંચેલા શ્રમિકોમાં કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરનાની સ્થિતિને કારણે હવે બીજા રાજ્યમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતમાંથી પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં એકં ચોંકાવનારી વિગત સામે આવી છે. સુરતથી ઓરિસ્સા પહોંચેલા 2 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતથી ઓરિસ્સા પહોંચેલા બે
 
ફફડાટ@સરકારઃ સુરતથી ઓરિસ્સા પહોંચેલા શ્રમિકોમાં કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરનાની સ્થિતિને કારણે હવે બીજા રાજ્યમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતમાંથી પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં એકં ચોંકાવનારી વિગત સામે આવી છે. સુરતથી ઓરિસ્સા પહોંચેલા 2 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતથી ઓરિસ્સા પહોંચેલા બે કામદારોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત સરકારની ચિંતા વધી ગઈ છે. ઓરિસ્સા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. બંને શ્રમિકો બસ દ્વારા ઓરિસ્સા પહોંચ્યા હતા. બસમાં સવાર તમામ શ્રમિકોનું ચેકીંગ કરાશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પોતાના રાજ્યોમાં જઈ રહેલા શ્રમિકોમાં સંક્રમણની શંકા સૌથી વધુ છે. કારણ કે આ બે રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોને પોત પોતાના ઘરે પરત ફરવાની છુટ આપી છે જેને પરિણામે ગુજરાત બહાર ફસાયેલા ગુજરાતીઓ અને ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિયોને પોત પોતાને ઘરે પહોંચાડવા રાજ્યોની સરકારોએ પ્રયત્નો આદર્યા હતા. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના નવા 374 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 5428 થઇ છે. કુલ પોઝિટિવ કેસ 5428 થયા, કુલ 290 દર્દીઓના મોત થયા અને કોરોનાગ્રસ્ત કુલ 1042 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.