ફફડાટ@મહેસાણા: ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું, આજે નવા 5 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં આજે ફરી એકવાર કોરોનાએ માથું ઉંચકતાં નવા પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ 3 કડી અને 2 કેસ મહેસાણા શહેરમાં સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. કડી જાણે કોરોનાનું હોટસ્પોટ બનતુ હોય તેમ વારંવાર કેસો સામે આવી રહ્યા છે. આજે નોંધાયેલા તમામ 5 કેસોમાં તાવ, ખાંસી, શરદીના
 
ફફડાટ@મહેસાણા: ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું, આજે નવા 5 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં આજે ફરી એકવાર કોરોનાએ માથું ઉંચકતાં નવા પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ 3 કડી અને 2 કેસ મહેસાણા શહેરમાં સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. કડી જાણે કોરોનાનું હોટસ્પોટ બનતુ હોય તેમ વારંવાર કેસો સામે આવી રહ્યા છે. આજે નોંધાયેલા તમામ 5 કેસોમાં તાવ, ખાંસી, શરદીના લક્ષણો જણાતા કોરોના રીપોર્ટ કરાવ્યા બાદ પોઝીટીવ આવ્યો હતો. આ પાંચેય દર્દીઓને સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 5 કેસ સામે આવતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે મહેસાણા શહેરના રાધનપુર રોડ પરના શૈલજા શરણંમમાં રહેતાં રામજીભાઇ ઠાકર(45) અને ટી.બી રોડ પરની નુતનપાર્ક સોસાયટીમાં રહેતા પ્રમોદભાઇ ભટ્ટ((65)નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ તરફ કડીના કરણનગર રોડ ઉપરના સોમેશ્વરકુંજમાં રહેતાં ભુપેન્દ્રભાઇ સોની(41), ઇન્દ્રાડના દરબારવાસમાં રહેતા જયશ્રીબા વાઘેલા(28) અને બાવલુના સેનમાવાસમાં રહેતાં જીવણભાઇ સેનમા(38) નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

ફફડાટ@મહેસાણા: ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું, આજે નવા 5 દર્દી ઉમેરાયાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કડીમાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ બેકાબૂ બનતાં વારંવાર નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ અનલોકમાં મળેલી છૂટછાટમાં વાહનવ્યવહાર શરૂ થતાં અને આવન-જાવનને કારણે પણ સંક્રમણની ચેન તોડવી મુશ્કેલ હોવાનું લોકો માની રહ્યા છે. મહેસાણામાં આજે કોરોના વાયરસના નવા પાંચ કેસ સામે આવતાં જીલ્લામાં કુલ આંકડો 289 પર પહોંચ્યો છે. આ તરફ આજે 4 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી 194 લોકોને રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં હાલ 69 એક્ટિવ કેસ છે.