ફફડાટ@મહેસાણા: 28 વર્ષની યુવતિ સહિત 6 તાલુકામાં નવા 13 કોરોના દર્દી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં આજે એકસાથે 13 કોરોના દર્દી સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. 28 વર્ષની યુવતિ સહિત 6 તાલુકામાં નવા 13 કોરોના દર્દી સામે આવતાં પરિજનોમાં ફફડાટ પેઠો છે. જેમાં 2 વ્યક્તિને લક્ષણો જોતાં હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બાકીના 11 દર્દી પૈકી 1 અમદાવાદ, 2 કડી,
 
ફફડાટ@મહેસાણા: 28 વર્ષની યુવતિ સહિત 6 તાલુકામાં નવા 13 કોરોના દર્દી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે એકસાથે 13 કોરોના દર્દી સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. 28 વર્ષની યુવતિ સહિત 6 તાલુકામાં નવા 13 કોરોના દર્દી સામે આવતાં પરિજનોમાં ફફડાટ પેઠો છે. જેમાં 2 વ્યક્તિને લક્ષણો જોતાં હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બાકીના 11 દર્દી પૈકી 1 અમદાવાદ, 2 કડી, 5 મહેસાણા અને 3ને વડનગર કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પોઝિટીવ દર્દીઓની હીસ્ટ્રીને પગલે સરેરાશ 25થી વધુ શંકાસ્પદ બને તેવી સંભાવના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે કોરોના વાયરસના 13 દર્દીનો ખુલાસો થયો છે. જેમાં મહેસાણા શહેર-4, મહેસાણા તાલુકાના ગોઝારીયામાં-1, કડી શહેર- 2, નંદાસણ-1, વિજાપુરના પામોલમાં-1, વિસનગર શહેરમાં-1, કડીના કુંડાળમાં-2 અને ઉંઝા તાલુકાના શિંહીમાં- 1 મળી નવા 13 કેસ ઉમેરાયા છે. જેમાં દર વખતની માફક સૌથી વધુ મહેસાણા અને કડી શહેરમાં કોરોના વાયરસનો ત્રાસ અવિરત બન્યો છે. નવા કેસોને પગલે જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 345 કેસો નોંધાયા છે.

ફફડાટ@મહેસાણા: 28 વર્ષની યુવતિ સહિત 6 તાલુકામાં નવા 13 કોરોના દર્દી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં દરરોજ નવા કેસો સામે આવતાં સંક્રમણનો ફેલાવો અટકાવવો જરૂરી બન્યો છે. આ તરફ આજે મહેસાણા જીલ્લામાં એક દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. તો એક દર્દી સાજાં થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી મહેસાણા જીલ્લામાં કોરોનાગ્રસ્ત 216 દર્દીઓ સારવાર દરમ્યાન સાજા થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.