ફફડાટ@પાલનપુર: ગઢમાં કોરોના ગાબડું, આજથી 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર તાલુકાના ગામે આજથી 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યુ છે. ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સરંપચે તમામ લોકોને બપોરે 2 વાગ્યા સુધી જ અવર-જવર કરવા સુચન કર્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ સાથે ગઢમાં કોરોના કેસો વધુ હોવાથી ગામની સુખાકારીને ધ્યાનમાં રાખી 22-9-2020થી તારીખ
 
ફફડાટ@પાલનપુર: ગઢમાં કોરોના ગાબડું, આજથી 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર તાલુકાના ગામે આજથી 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યુ છે. ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સરંપચે તમામ લોકોને બપોરે 2 વાગ્યા સુધી જ અવર-જવર કરવા સુચન કર્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સાથે ગઢમાં કોરોના કેસો વધુ હોવાથી ગામની સુખાકારીને ધ્યાનમાં રાખી 22-9-2020થી તારીખ 1-10-2020 એમ કુલ 10 દિવસ સુધી ગામમાં આવશ્યક ચીજવસ્તુ જેવી કે ડેરી, ખેતી વિષયક, આરોગ્ય સેવા તેમજ કરીયાણા સિવાય અન્ય ધંધા રોજગાર બે વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા જણાવ્યુ છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ગઢ ગામે 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યુ છે. જેમાં 22-9-2020થી તારીખ 1-10-2020 એમ કુલ 10 દિવસ સુધી ગામમાં જાહેર જગ્યાએ, ચોરેચૌટે કે ગઢ ગામના માર્ગો ઉપર તેમજ પાનના ગલ્લે કે દુકાનો ઉપર ભીડ કે ટોળા નહી કરવા સુચન કરાયુ છે.

ફફડાટ@પાલનપુર: ગઢમાં કોરોના ગાબડું, આજથી 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન

આ સાથે માસ્કનો ઉપયોગ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા સુચન કરાયુ છે. જો કોઇ હુકમનો ભંગ કરશે તો તેને દંડ તથા ગ્રામ પંચાયત અને પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ પણ જણાવવામાં આવ્યુ છે.

ફફડાટ@પાલનપુર: ગઢમાં કોરોના ગાબડું, આજથી 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગઢમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગામની સુખાકારીને ધ્યાનમાં લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 10 સુધી લોકો પોતાના ઘરમાં રહી સ્વયભું જનતા કર્ફયુની અમલવારી કરાવી કોરોના વાઇરસને ફેલાતો અટકાવી દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરવા જણાવેલ હોઇ તેનો તમામે અમલ કરવા તેમજ આપે સાથ સહકાર આપવા ગ્રામ પંચાયત દ્રારા કહેવામાં આવ્યુ છે.

ફફડાટ@પાલનપુર: ગઢમાં કોરોના ગાબડું, આજથી 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન