ફફડાટ@પાટણ: શહેરમાં કોરોનાનો ત્રાસ અવિરત બન્યો, નવા 4 દર્દીનો ઉમેરો

અટલ સમાચાર, પાટણ પાટણમાં કોરોના સંક્રમણ બેફામ બન્યુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજે પાટણમાં નવા 4 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં સંક્રમણ ઝડપી ફેલાઇ રહ્યુ છે. જેને કારણે દર્દીઓની સંખ્યામાં દરરોજ ઉછાળો થઇ રહ્યો છે. આજે નવા નોંધાયેલા તમામ
 
ફફડાટ@પાટણ: શહેરમાં કોરોનાનો ત્રાસ અવિરત બન્યો, નવા 4 દર્દીનો ઉમેરો

અટલ સમાચાર, પાટણ

પાટણમાં કોરોના સંક્રમણ બેફામ બન્યુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજે પાટણમાં નવા 4 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઇ છે. અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં સંક્રમણ ઝડપી ફેલાઇ રહ્યુ છે. જેને કારણે દર્દીઓની સંખ્યામાં દરરોજ ઉછાળો થઇ રહ્યો છે. આજે નવા નોંધાયેલા તમામ દર્દીઓને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 4 દર્દીઓ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેર પારેવા સર્કલ પાસેના રાજવી બંગલોઝમાં 42 વર્ષિય પુરૂષ, હર્ષનગર ભઠ્ઠીવાડામાં રહેતા 37 વર્ષિય પુરૂષ, રેલ્વેનાળાની અવધૂત પાર્ક સોસાયટીમાં રહેતા 65 વર્ષિય પુરૂષ અને 65 વર્ષિય સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તમામ દર્દીઓમાં તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણો જોવા મળ્યા હતા.

ફફડાટ@પાટણ: શહેરમાં કોરોનાનો ત્રાસ અવિરત બન્યો, નવા 4 દર્દીનો ઉમેરો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે એકસાથે 4 કેસ નોંધાતા જીલ્લામાં પોઝિટીવ કેસનો આંકડો 233 પહોંચ્યો છે. અનલોકમાં અપાયેલી છૂટના કારણે શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાતાં નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. વાહન વ્યવહાર શરૂ થતાં લોકો એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં પણ મુસાફરી કરતા હોઇ ચેપનો ફેલાવો ભયજનક બન્યો છે.