ફફડાટ@મહેસાણા: એકસાથે 12 કેસ આવતાં કોરોના બોમ્બ ફુટ્યો, કડી મોટુ સેન્ટર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં આજે એકસાથે નવા 12 કેસ આવતાં કોરોના બોમ્બ ફુટ્યો છે. જેમાં 7 કેસ કડી, વિસનગરમાં 1, મહેસાણામાં 3 અને ઉંઝામાં 1 મળી કુલ 12 કેસ નોંધાયા છે. કડીમાં કોરોનાનું લોકલ સંક્રમણ બેફામ બનતા આજે એકસાથે 7 કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા
 
ફફડાટ@મહેસાણા: એકસાથે 12 કેસ આવતાં કોરોના બોમ્બ ફુટ્યો, કડી મોટુ સેન્ટર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં આજે એકસાથે નવા 12 કેસ આવતાં કોરોના બોમ્બ ફુટ્યો છે. જેમાં 7 કેસ કડી, વિસનગરમાં 1, મહેસાણામાં 3 અને ઉંઝામાં 1 મળી કુલ 12 કેસ નોંધાયા છે. કડીમાં કોરોનાનું લોકલ સંક્રમણ બેફામ બનતા આજે એકસાથે 7 કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 207 કેલ પોઝિટીવ આવ્યા છે. જેમાંથી હાલ 44 કેસ એક્ટિવ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે એકસાથે 12 કેસ સામે આવ્યા છે. આજે કડીની સહજાનંદ સોસાયટીમાં રહેતા 64 વર્ષીય શંકરભાઇ પટેલ, લાક્કડનો માઢમાં રહેતા 76 વર્ષીય મંજુલાબેન જાની અને 79 વર્ષીય રાજેન્દ્રભાઇ જાની, ગાર્ડનવિલા બંગ્લોઝમાં રહેતા 61‌ વર્ષીય મહેન્દ્રભાઇ નંદવાણી, જનતાનગરના 68 વર્ષીય જયંતિભાઇ પટેલ, ખાવડના 57 વર્ષીય કાન્તાબેન પટેલ અને આંબાપુરાના 68 વર્ષીય ભગવાનદાસ પટેલ સહિત કુલ 7 કેસ સામે આવ્યા છે.

ફફડાટ@મહેસાણા: એકસાથે 12 કેસ આવતાં કોરોના બોમ્બ ફુટ્યો, કડી મોટુ સેન્ટર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણાના માનવઆશ્રમ રોડ પરના સત્તાધાર બંગ્લોઝમાં 69 વર્ષીય કિર્તીભાઇ કંસારા, ઓમ નટરજમાં રહેતા 82 વર્ષીય યશોદાબેન જોષી અને 53 વર્ષીય આશાબેન જોષી, વિસનગરના કાંસા એનએ વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં 26 વર્ષીય દક્ષેશકુમાર સુથાર અને ઉંઝાના મક્તુપુરમાં 53 વર્ષીય ગીરીશભાઇ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 207 કેલ પોઝિટીવ આવ્યા છે. જેમાંથી 145 લોકો સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

ફફડાટ@મહેસાણા: એકસાથે 12 કેસ આવતાં કોરોના બોમ્બ ફુટ્યો, કડી મોટુ સેન્ટર

નોંધનિય છે કે, મહેસાણા જીલ્લાના કડીમાં કોરોનાનું સંક્રમણ બેફામ બન્યુ હોવા બાબતે સ્થળ સ્થિતિ કારણભૂત હોઇ શકે છે. કોરોના કેસથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ અને ગાંધીનગર જીલ્લા કડીથી નજીક છે. જેના કારણે અનલોકમાં ટ્રાન્સપોર્ટેશન વધી જતાં કડીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે એકસાથે 7 કેસ આવતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા કવાયત હાથ ધરવામાં આવી છે.