ફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ ખુલ્યાં

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં લોકલ સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. સાડા પાંચ મહિના થવા છતાં કોરોના કાબૂમાં ન આવ્યો હોય તેમ આજે નવા 36 કેસ નોંધાયા છે. આ તરફ જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે આવનજાવન બેફામ બનતાં અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહિ
 
ફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ ખુલ્યાં

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં લોકલ સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. સાડા પાંચ મહિના થવા છતાં કોરોના કાબૂમાં ન આવ્યો હોય તેમ આજે નવા 36 કેસ નોંધાયા છે. આ તરફ જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે આવનજાવન બેફામ બનતાં અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહિ પહેરવાને કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. આ તરફ જીલ્લામાં આજે અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 2 દર્દીઓ સારવાર દરમ્યાન સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે એકસાથે નવા 36 દર્દી ઉમેરાતાં ખળભળાટ મચી ગયો છે. આજે મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારમાં 20 અને ગ્રામ્ય વિસ્તારમાં નવા 16 દર્દી મળી કુલ 36 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે મહેસાણા શહેરમાં એકસાથે નવા 10 અને મહેસાણા તાલુકાના રામોસણા(OG Area)માં 2, છઠીયારડા, પાંચોટ(OG Area), નુગર, પાલાવાસણા (ONGC)માં 1-1 કેસ નોંધાયો છે.

ફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ ખુલ્યાં
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ ઊંઝા શહેરમાં 4, કડી શહેરમાં 1, વડનગર શહેરમાં 1 અને વિસનગર શહેરમાં 4 કેસ નોંધાયા છે. આ તરફ વિસનગર તાલુકાના કાંસા એનએ, પાલડી, કાંસા અને કડામાં 1-1 કેસ, વડનગર તાલુકાના કરબટીયામાં 2, શોભાસણ અને ઉંડણીમાં 1-1 કેસ અને બેચરાજીમાં 2 કેસ સામે આવ્યા છે.