નિષ્ફળ@ખેડબ્રહ્મા: દબાણની ખાત્રી કરવા અરજદારે પૈસા ભર્યા, પંચાયત ભુલી ગઇ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાના ગામે દબાણ નક્કી કરવા છેલ્લા એક વર્ષથી રહીશની લડત ચાલુ છે. જેમાં બે મકાનના વિવાદમાં દબાણ નક્કી કરવા અરજદારે પૈસા જમા કરાવ્યા હતા. હજારોની રકમ કબજે કર્યા બાદ ગ્રામ પંચાયત ભુલી જતાં મામલો બિચક્યો છે. અરજદારે છેવટે દવા પિવાની ચિમકી આપી દબાણનો સવાલ હલ કરવા મથામણ આદરી છે. મામલો
 
નિષ્ફળ@ખેડબ્રહ્મા: દબાણની ખાત્રી કરવા અરજદારે પૈસા ભર્યા, પંચાયત ભુલી ગઇ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના ગામે દબાણ નક્કી કરવા છેલ્લા એક વર્ષથી રહીશની લડત ચાલુ છે. જેમાં બે મકાનના વિવાદમાં દબાણ નક્કી કરવા અરજદારે પૈસા જમા કરાવ્યા હતા. હજારોની રકમ કબજે કર્યા બાદ ગ્રામ પંચાયત ભુલી જતાં મામલો બિચક્યો છે. અરજદારે છેવટે દવા પિવાની ચિમકી આપી દબાણનો સવાલ હલ કરવા મથામણ આદરી છે. મામલો તાલુકા પંચાયતથી પ્રાંત કચેરીએ પહોચ્યોં છતાં કાર્યવાહીમાં ગતિ નહિ આવતા નિષ્ફળતાના સવાલો બન્યા છે.

નિષ્ફળ@ખેડબ્રહ્મા: દબાણની ખાત્રી કરવા અરજદારે પૈસા ભર્યા, પંચાયત ભુલી ગઇ

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગીયા ગામના રહીશ જીવાભાઇ સોમાભાઇ વણકર ઘર નજીકના દબાણ સામે ઝઝુમી રહ્યા છે. બાજુમાં રહેતા વ્યકિતએ દબાણ કર્યુ હોઇ પાણી પોતાના ઘર નજીક આવતા ભરાઇ રહે છે. જેનાથી રોગચાળાની સંભાવના જોતા આરોગ્ય સામે ખતરો હોવાના સવાલો સાથે વર્ષ 2018થી અરજી કરી છે. જેમાં તાલુકા પંચાયતથી માંડી પ્રાંત કચેરીને દબાણ દૂર કરવાની માંગ સાથે લડત આદરી છે.

નિષ્ફળ@ખેડબ્રહ્મા: દબાણની ખાત્રી કરવા અરજદારે પૈસા ભર્યા, પંચાયત ભુલી ગઇ
advertise

આ દરમ્યાન ગ્રામ પંચાયતને દબાણ શોધી કાઢવા બાબતે એટલે કે ખાતરી કરવાને લઇ રૂ. 6,000 હજાર ભર્યા છે. જોકે રકમ લીધા બાદ પણ પંચાયતે સર્વે કે તપાસ નહિ કરતા અરજદારે વધુ મુશ્કેલીમાં મુકાઇ મોત વ્હાલું કરવાની ચિમકી આપતા ચકચાર મચી ગઇ છે. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી દબાણ છે કે કેમ, જો હોય તો દૂર કેમ થતું નથી, જો નથી તો અરજીનો નિકાલ કેમ નહિ તે સહિતના સવાલો પંચાયતથી પ્રાંત સુધી ઉભા થયા છે. આવી સ્થિતિમાં છેવાડાના નાગરિકોની બાબતે સંબંધિત તંત્ર નિષ્ફળ છે ? તે સવાલ અકળાવી રહ્યો છે.

નિષ્ફળ@ખેડબ્રહ્મા: દબાણની ખાત્રી કરવા અરજદારે પૈસા ભર્યા, પંચાયત ભુલી ગઇ