નિષ્ફળ@સરકાર: સુઇગામના ખેડુતો સ્વખર્ચે તીડ સામે લડી રહ્યા છે

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી તીડનો આતંક હોઈ ખેડૂતો ચિંતિત છે. શરૂઆતમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા દવા છંટકાવ કરી તીડ નો નાશ કરાયો પરંતુ ઈંડા માંથી સેંકડોની સંખ્યામાં તીડના બચ્ચાં નીકળતાં ફરીથી સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ શરૂ થતાં ખેડૂતોએ જવાબદાર ખેતીવાડી વિભાગને જાણ કરી હતી. જોકે તંત્ર ઘ્વારા કોઈ ધ્યાન
 
નિષ્ફળ@સરકાર: સુઇગામના ખેડુતો સ્વખર્ચે તીડ સામે લડી રહ્યા છે

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી તીડનો આતંક હોઈ ખેડૂતો ચિંતિત છે. શરૂઆતમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા દવા છંટકાવ કરી તીડ નો નાશ કરાયો પરંતુ ઈંડા માંથી સેંકડોની સંખ્યામાં તીડના બચ્ચાં નીકળતાં ફરીથી સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ શરૂ થતાં ખેડૂતોએ જવાબદાર ખેતીવાડી વિભાગને જાણ કરી હતી. જોકે તંત્ર ઘ્વારા કોઈ ધ્યાન ન આપતાં ખેડૂતોએ સ્વ-ખર્ચે ખેતીપાકો બચાવવા દવા છાંટવાની નોબત ઉભી થઇ છે.

નિષ્ફળ@સરકાર: સુઇગામના ખેડુતો સ્વખર્ચે તીડ સામે લડી રહ્યા છે

વાવ,સુઇગામ તાલુકાના સરહદી ગામોમાં છેલ્લા 25 દિવસથી તીડનો આતંક જોવા મળતાં તીડ નિયંત્રણ ટીમ અને ખેતીવાડી વિભાગ દ્વારા આ અંગે સર્વે કરી દવા છંટકાવ કરી મોટા ભાગના તીડના ટોળાનો નાશ કરાયો હતો. જે તીડ દ્વારા ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે વળતર માટે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લેખિત રજુઆત કરતાં કૃષિમંત્રી આર.સી.ફળદુ સુઇગામના મેઘપુરાની સીમમાં દોડી આવ્યા હતા.

નિષ્ફળ@સરકાર: સુઇગામના ખેડુતો સ્વખર્ચે તીડ સામે લડી રહ્યા છે
જાહેરાત

જોકે થોડાક સમય બાદ ઇંડામાંથી નીકળેલા સેંકડો તીડના બચ્ચાએ સુઇગામ તાલુકાના રડોસણ, મેઘપુરા, સુઇગામ, જલોયા વિગેરે ગામોની સીમમાં ફરીથી ખેતરોમાં પાકને નુકશાન કરવાનું શરૂ કર્યુ છે. ખેડૂતોએ ખેતીવાડી અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં તીડના ટોળાંનો નાશ કરવા કોઈ કાર્યવાહી કરી ન હતી. જેને લઈ ખેડૂતોએ પોતાનો પાક બચાવવા જાતે જ સ્વ-ખર્ચે દવા લાવી પોતાના ખેતરોમાં તીડ નાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે.

દવા માટે સરકારમાં દરખાસ્ત કરેલી છે: જીલ્લા ખેતીવાડી અધિકારી

તીડના આક્રમણ સામે ખેડુતોની પરિસ્થિતિ બાબતે જીલ્લા ખેતીવાડી અધિકારે જણાવ્યુ હતુ કે, સુઇગામ અને વાવ પંથકના પાંચ ગામોમાં તીડની સમસ્યા વધુ છે. આથી રાજય સરકારમાં દવા અને મજુરી ખર્ચ માટે દરખાસ્ત કરેલી છે. ખેડુતો જીવાત મારવાની દવાનો છંટકાવ કરે તો પણ તીડ સામે રાહત મળે છે.