નિષ્ફળતા@ગુજરાત: મરજીયાત છતાં 63%થી વધુ શિક્ષકો ગેરહાજર, ખર્ચ અને પરિણામ સવાલો વચ્ચે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની ગુણવત્તા ચકાસણી માટે શિક્ષક સજ્જતા કસોટી ગઇકાલે લેવાઇ હતી. જોકે વિરોધ અને સર્મથનના માહોલ વચ્ચે લેવાયેલ પરીક્ષામાં કુલ શિક્ષકોમાંથી ગેરહાજર શિક્ષકોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. વિગતો મુજબ રાજ્યમાં મંગળવારે લેવાયેલ શિક્ષક સજ્જતા કસોટીમાં 1.51 લાખ શિક્ષકોમાંથી 57 હજાર જેટલા શિક્ષકોએ જ પરીક્ષા આપી છે. જેથી હવે
 
નિષ્ફળતા@ગુજરાત: મરજીયાત છતાં 63%થી વધુ શિક્ષકો ગેરહાજર, ખર્ચ અને પરિણામ સવાલો વચ્ચે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની ગુણવત્તા ચકાસણી માટે શિક્ષક સજ્જતા કસોટી ગઇકાલે લેવાઇ હતી. જોકે વિરોધ અને સર્મથનના માહોલ વચ્ચે લેવાયેલ પરીક્ષામાં કુલ શિક્ષકોમાંથી ગેરહાજર શિક્ષકોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. વિગતો મુજબ રાજ્યમાં મંગળવારે લેવાયેલ શિક્ષક સજ્જતા કસોટીમાં 1.51 લાખ શિક્ષકોમાંથી 57 હજાર જેટલા શિક્ષકોએ જ પરીક્ષા આપી છે. જેથી હવે આ પરીક્ષા પાછળ કરવામાં આવેલો ખર્ચ એળે ગયો હોવાની સ્થિતિ બની છે. જોકે સરકારે આ પરીક્ષા મરજીયાત કરવા છતાં પણ શિક્ષકોએ નિરસતાં દાખવતાં અનેક સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં ગઇકાલે પ્રાથમિક શિક્ષકોની ગુણવત્તા ચકાસણી માટે શિક્ષક સજ્જતા કસોટી લેવાઇ હતી. જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા શિક્ષકો પૈકી કેટલાકે પરીક્ષા આપી તો કેટલાક અળગા રહ્યા હતા. આ તરફ અગાઉ શૈક્ષણિક સંઘે શિક્ષકોના પ્રશ્નો ઉકેલાય નહીં તો આંદોલનની જાહેરાત કરી હતી. ગઇકાલે લેવાયેલ પરીક્ષામાં રાજ્યમાં 1.83 લાખ શિક્ષકોમાંથી 1,51,255 શિક્ષકો પરીક્ષાને પાત્ર હતા. જેમાંથી 57 હજાર ઉપરાંતે પરીક્ષા આપી હતી. પરીક્ષામાં 37 ટકા શિક્ષકો હાજર રહ્યા હોવાનો દાવો સરકારે કર્યો હતો.

નિષ્ફળતા@ગુજરાત: મરજીયાત છતાં 63%થી વધુ શિક્ષકો ગેરહાજર, ખર્ચ અને પરિણામ સવાલો વચ્ચે
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્રાથમિક શિક્ષણ સંઘે પરીક્ષાને સમર્થન જાહેર કર્યું હતું. જોકે આ વિવાદમાં પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો હતા તે શિક્ષકો પણ પરીક્ષામાં જોડાયા ન હતા. આ શિક્ષકોએ તેમના સંઘના આદેશને અવગણી પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. આ તરફ હવે પ્રાથમિક શિક્ષકોની ગુણવત્તા ચકાસણી માટે લેવાયેલ શિક્ષક સજ્જતા કસોટી પાછળ કરવામાં આવેલો લાખોનો ખર્ચ એળે ગયાની સ્થિતિ બની છે.