આસ્થાઃ ઘરમાં લક્ષ્‍‍મીજીનો નિવાસ કરવા માટે આ 3 વાતોનો ખાસ ખ્યાલ રાખો

અટલ સમાચાર, ડેસ્ક અર્થશાસ્ત્રના મહાન જ્ઞાની ચાણક્યએ મનુષ્યના જીવનને સુખમય બનાવવા માટે નીતિ શાસ્ત્રની રચના કરી.આ નીતિઓનું અનુસરણ કરીને અનેક રાજાઓએ પોતાનું રાજકાજ ચલાવ્યું. ચાણક્યની નીતિઓ દરેક ધર્મ અને વર્ગના લોકો માટે હિતકારી માનવામાં આવી છે. તેને અપનાવવાથી જીવનના કષ્ટોથી મુક્તિ મળી શકે છે. પોતાના નીતિ શાસ્ત્રમાં તે કહે છે કે મનુષ્ય જો ત્રણ વાતોનો
 
આસ્થાઃ ઘરમાં લક્ષ્‍‍મીજીનો નિવાસ કરવા માટે આ 3 વાતોનો ખાસ ખ્યાલ રાખો

અટલ સમાચાર, ડેસ્ક

અર્થશાસ્ત્રના મહાન જ્ઞાની ચાણક્યએ મનુષ્યના જીવનને સુખમય બનાવવા માટે નીતિ શાસ્ત્રની રચના કરી.આ નીતિઓનું અનુસરણ કરીને અનેક રાજાઓએ પોતાનું રાજકાજ ચલાવ્યું. ચાણક્યની નીતિઓ દરેક ધર્મ અને વર્ગના લોકો માટે હિતકારી માનવામાં આવી છે. તેને અપનાવવાથી જીવનના કષ્ટોથી મુક્તિ મળી શકે છે. પોતાના નીતિ શાસ્ત્રમાં તે કહે છે કે મનુષ્ય જો ત્રણ વાતોનો ખ્યાલ રાખો તો હંમેશા ખુશ રહી શકો છો અને તેના ઘરમાં લક્ષ્‍મીનો વાસ થઇ શકે છે. ચાલો તમને જણાવીએ આ નીતિ વિશે…

આચાર્ય કહે છે કે જે ઘરમાં અનાજના ભંડાર ભરેલા રહે છે, લોકો ભૂખ્યા નથી રહેતા, અન્નનો એક દાણો પણ ફેંકવામાં ન આવતો હોય અને પતિ-પત્નીમાં ક્લેશ ન રહેતો હોય, તે લડાઇ-ઝગડા ન કરતા હોય, આવા સ્થાન અથવા એવા ઘરમાં લક્ષ્‍મી બોલાવ્યા વિના સ્વયં નિવાસ કરવા માટે આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

मूर्खा यत्र न पूज्यन्ते धान्य यत्र सुसंचितम्।

दंपतो: कलहो नास्ति तत्र श्री: स्वयमागता।।

ચાણક્ય નીતિના ત્રીજા અધ્યાયના આ 21મા શ્લોકમાં ચાણક્ય કહે છે કે જ્યાં મૂર્ખોની પૂજા નથી થતી, જ્યાં અન્ન-ધાન્ય વિપુલ માત્રામાં સંચિત રહે છે, જ્યાં પતિ-પત્ની ઝગડો નથી કરતાં, ત્યાં લક્ષ્‍મી બોલાવ્યા વિના જ સ્વયં આવી જાય છે. તેમના કહેવાનો અર્થ છે કે મનુષ્યએ મૂર્ખોની પૂજા ન કરવી જોઇએ, તેને વધુ મહત્વ ન આપવુ જોઇએ. સમ્માન ફક્ત જ્ઞાનીઓનું જ થવુ જોઇએ. વાત પણ તેમની જ માનવામાં આવે છે. જ્યાં મૂર્ખોની પૂજા નથી થતી ત્યાં લક્ષ્‍મીનો વાસ હોય છે.