ફળ@કર્મ: રાધનપુર પાલિકાના લાંચિયા ઇજનેરના ત્રીજીવાર જામીન નામંજૂર

અટલ સમાચાર,મહેસાણા રાધનપુર પાલિકાના લાંચિયા ઇજનેરને કર્મનું ફળ મળી રહયુ હોવાની ચર્ચાઓ વધી ગઇ છે. છેલ્લા બે મહિનાથી જેલવાસ ભોગવતા ઇજનેર રણછોડ ગજ્જરને ત્રીજીવાર જામીન મળી શકયા નથી. રાધનપુર કોર્ટ ઘ્વારા ફરી એકવાર ફટકાર મળતા લાંચિયા ઇજનેરને જેલમાં રહેવાની નોબત આવી છે. ઘટનાને પગલે પંથકના કર્મચારી આલમમાં લાંચથી દૂર રહેવાનો કિસ્સો બની રહયો છે. રાધનપુર
 
ફળ@કર્મ: રાધનપુર પાલિકાના લાંચિયા ઇજનેરના ત્રીજીવાર જામીન નામંજૂર

અટલ સમાચાર,મહેસાણા

રાધનપુર પાલિકાના લાંચિયા ઇજનેરને કર્મનું ફળ મળી રહયુ હોવાની ચર્ચાઓ વધી ગઇ છે. છેલ્લા બે મહિનાથી જેલવાસ ભોગવતા ઇજનેર રણછોડ ગજ્જરને ત્રીજીવાર જામીન મળી શકયા નથી. રાધનપુર કોર્ટ ઘ્વારા ફરી એકવાર ફટકાર મળતા લાંચિયા ઇજનેરને જેલમાં રહેવાની નોબત આવી છે. ઘટનાને પગલે પંથકના કર્મચારી આલમમાં લાંચથી દૂર રહેવાનો કિસ્સો બની રહયો છે.

રાધનપુર નગરપાલિકાના ટાઉન પલાનર રણછોડ ગજ્જર અઢી માસ અગાઉ લાંચ લેતા રંગેહાથે કચેરીમાં જ ઝડપાઇ ગયા હતા. આ પછી ધરપકડને અંતે જેલવાસ થતા પથમ રાધનપુર કોર્ટમાં જામીન મુકયા હતા. જોકે, ઘટનાની ગંભીરતાને પગલે જામીન નામંજૂર થતા જેલ ભોગવી હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. કર્મનું ફળ મળતુ હોય તેમ હાઇકોર્ટથી રાહત નહી મળતા છેલ્લા બે મહિનાથી જેલ ભોગવી રહયા છે.

આ દરમ્યાન ફરી એકવાર રાધનપુર કોર્ટમાં જામીન અરજી મુકતા રાહતની આશા હતી. જોકે, લાંચિયા ઇજનેરે જામીન માટે આપેલા કારણો તપાસતા કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યાનું સામે આવ્યુ છે. જામીન માટેના કારણો અને તથ્યોમાં ભયંકર વિસંગતતા સામે આવતા લાંચિયા ઇજનેરે ખોટી બાબતો કેમ રજૂ કરી તેવા સવાલો ઉભા થયા છે.

રાધનપુર કોર્ટ ઘ્વારા બુધવારે જામીન નામંજુર થતા લાંચિયા ઇજનેર રણછોડ ગજ્જરને ફરીથી જેલવાસ સિવાય વિકલ્પ રહયો નથી. જોકે, આગામી દિવસોએ ફરી હાઇકોર્ટ જાય અને રાહત મળે ત્યાં સુધી પણ જેલવાસ ભોગવવો પડશે.

ઉલ્લેખનીય છે કે, રાધનપુર નગરપાલિકાના લાંચિયા ઈજનેરને રંગેહાથે પકડવાનું સફળ ઓપરેશન બનાસકાંઠા જિલ્લા એસીબીના પીઆઈ કે.જે પટેલે પાર પાડ્યું હતું.