રાષ્ટ્રપિતાઃ નોટ ઉપર સૌથી પહેલા ગાંધીજીની તસવીર ક્યાંથી લેવામાં આવી?

અટલ સમાચાર, ડેસ્ક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 151મી જન્મજયંતી છે. સમગ્ર દેશ આઝાદીમાં બાપુના યોગદાનનું મહત્વ જાણે છે. અને આજના દિવસે અનેક લોકો તેમને શ્રદ્ધાસુમન અર્પિત કરે છે. ત્યારે ભારતીય ચલણી નોટ પર તેમની છબી અંકિત છે. આ છબી ક્યાંથી આવી અને ક્યાંરથી તેને ચલણી નોટો પર અંકિત કરવામાં આવી તે અંગે એક રસપ્રદ જાણકારી
 
રાષ્ટ્રપિતાઃ નોટ ઉપર સૌથી પહેલા ગાંધીજીની તસવીર ક્યાંથી લેવામાં આવી?

અટલ સમાચાર, ડેસ્ક

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 151મી જન્મજયંતી છે. સમગ્ર દેશ આઝાદીમાં બાપુના યોગદાનનું મહત્વ જાણે છે. અને આજના દિવસે અનેક લોકો તેમને શ્રદ્ધાસુમન અર્પિત કરે છે. ત્યારે ભારતીય ચલણી નોટ પર તેમની છબી અંકિત છે. આ છબી ક્યાંથી આવી અને ક્યાંરથી તેને ચલણી નોટો પર અંકિત કરવામાં આવી તે અંગે એક રસપ્રદ જાણકારી છે. ભારતીય નોટ પર 1969માં મહાત્મા ગાંધીની તસવીર મૂકવામાં આવી. આ વર્ષે તેમના જન્મની શતાબ્દી હતી. આ નોટો પર ગાંધીજીની તસવીર અને પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. પહેલીવાર ગાંધીજીની તસવીર છપાયા છપાઇ ત્યારે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા અને એલ કે ઝા આરબીઆઇના ગર્વનર હતા.

100ની નોટ પર સૌથી પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મની શતાબ્દી પર તેમની છબી મૂકવામાં આવી હતી. 1947માં ભારતની આઝાદી પછી ચલણી નોટ પર બ્રિટિશ કિંગ જોર્જની તસવીરને મહાત્મા ગાંધીજીની તસવીર સાથે રિપ્લેસ કરવામાં આવી. ચલણી નોટ પર જે તસવીર છે તે 1969માં સેવાગ્રામ આશ્રમમાં લેવામાં આવી હતી. રિર્ઝવ બેંકે પહેલીવાર ગાંધીજીની તસવીર લેનાર કોમેમોરેટિવ એટલે કે સ્મરણ તરીકે 100 રૂપિયાની નોટ પર 1969માં રજૂ કરવામાં આવી. આ વર્ષે તેમની જન્મની શતાબ્દી હતી. અને તેમાં પાછળ સેવાગ્રામ આશ્રમ પણ નજરે પડી. 1987માં 500ની નોટ પર હસતા ગાંધીજીની એક તસવીર મૂકીને રજૂ કરવામાં આવી હતી. આ પછી ગાંધીજીની આ તસવીર અન્ય કરેંસી નોટોમાં પણ ઉપયોગમાં લેવા લાગ્યા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1996માં RBIએ એડિશનલ ફિચર્સ સાથે નવી મહાત્મા ગાંધીની સીરીઝ નોટો રજૂ કરી. જેના ફિચર્સમાં બદલેલો વોટરમાર્ક, વિંડોડ સિક્યોરિટી થ્રેક, લેટેંટ ઇમેજ અને વિજુઅલ હેંડીકેપ્ડ લોકો માટે ઇંટેગ્લિયો ફિચર્સ રજૂ કરવામાં આવ્યું હતું. 1996 પહેલા 1987માં મહાત્મા ગાંધીની તસવીરને વોટરમાર્કની રૂપમાં ઉપયોગ કરવામાં આવતો હતો. જે નોટની ડાબી બાજુ દેખાતી હતી. પછી નોટમાં ગાંધીજીની તસવીર છપવામાં આવી.

1996માં મહાત્મા ગાંધીની એક તસવીર જે નવી નોટ ચલણમાં આવ્યા તેમાં 5,10,20,100,500, 1000 રૂપિયાની નોટને પણ જોડવામાં આવ્યા. આ દરમિયાન અશોક સ્તંભની જગ્યાએ મહાત્મા ગાંધીની ફોટો અને અશોક સ્તંભની ફોટો નોટની બીજી તરફ તરફ નીચે લગાવીને પ્રિન્ટ કરવામાં આવી.

આજે જે નોટ પર ગાંધી બાપુની તસવીર દેખાય છે તે વાયસરોય હાઉસમાં 1946માં ખેંચવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મ્યાંમાર અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરીના રૂપમાં કાર્યરત ફ્રેડરિક પેથિક લોરેન્સની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યાં લીધેલી તસવીર ગાંધીજીના પોટ્રેટ રૂપમાં ભારતીય નોટો પર અંકિત કરવામાં આવી. આ તસવીર કયા ફોટોગ્રાફરે ખેંચી તે મામલે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.

આ પહેલા 1949માં અશોક સ્તંભ ભારતી અનેક ચલણી નોટ પર દેખાતો હતો. 1949માં સરકારે અશોક સ્તંભવાળી 1 રૂપિયાની નોટ રજૂ કરી હતી. 1953માં હિંદીને નોટ પર લખવાનું શરૂ કર્યું. 1000,5000, 10000 જેવા નોટો પર 1954માં રિઇંટ્રોડ્યૂસ કરવામાં આવ્યા. 1000 રૂપિયાની નોટ પર તંજોર મંદિરની ડિઝાઇન હતી. 5000 રૂપિયાની નોટ પર ગેટ વે ઓફ ઇન્ડિયા અને દસ હજારની નોટ પર લોયન કેપિટલ અશોક સ્તંભ હતા. જો કે 1978માં આ નોટને બંધ કરવામાં આવ્યા. 1980માં નોટના નવા સેટ આવવા લાગ્યા.