ભય@સિધ્ધપુર: કોરોનાનું આંતકી સ્વરૂપ, બપોર પછી દુકાનો સ્વયંભૂ બંધ થશે

અટલ સમાચાર, સિધ્ધપુર(હર્ષલ ઠાકર) છેલ્લા ત્રણ મહિનાથી કોરોના મહામારીને લઇ સિધ્ધપુર શહેરમાં ફરી એકવાર મોટી અસર સામે આવી છે. લોકડાઉનમાં સરકારના નિયમોની અમલવારી હવે સ્વયંભૂ કરવાની નોબત બની છે. વિવિધ વેપારી સંગઠનોએ વાયરસનું આંતકી સ્વરૂપ પારખી વેપાર ધંધાને દિવસ દરમ્યાન ફેરફાર કરવા નિર્ણય કર્યો છે. કેસો વધી જતાં હોઇ ભયના ઓથાર વચ્ચે બપોર પછી દુકાનો
 
ભય@સિધ્ધપુર: કોરોનાનું આંતકી સ્વરૂપ, બપોર પછી દુકાનો સ્વયંભૂ બંધ થશે

અટલ સમાચાર, સિધ્ધપુર(હર્ષલ ઠાકર)

છેલ્લા ત્રણ મહિનાથી કોરોના મહામારીને લઇ સિધ્ધપુર શહેરમાં ફરી એકવાર મોટી અસર સામે આવી છે. લોકડાઉનમાં સરકારના નિયમોની અમલવારી હવે સ્વયંભૂ કરવાની નોબત બની છે. વિવિધ વેપારી સંગઠનોએ વાયરસનું આંતકી સ્વરૂપ પારખી વેપાર ધંધાને દિવસ દરમ્યાન ફેરફાર કરવા નિર્ણય કર્યો છે. કેસો વધી જતાં હોઇ ભયના ઓથાર વચ્ચે બપોર પછી દુકાનો બંધ કરવા લેખિતમાં નિર્ણયની જાણ વહીવટી તંત્રને કરી છે. આવી સ્થિતિમાં સિધ્ધપુર શહેર આપમેળે આંશિક લોકડાઉન તરફ ગયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરમાં લોકડાઉન દરમ્યાનનો ફફડાટ ફરીથી ઉભો થયો છે. અનલોકમાં સંક્રમણ તિવ્ર ગતિએ આગળ વધતું હોઇ કોરોના વાયરસના દર્દીઓ તબક્કાવાર સામે આવી રહ્યા છે. બપોર પછી લોકોની ભારે ભીડ વચ્ચે ચેપનો ફેલાવો બેફામ થતો હોઇ વેપારીઓ ડરના માર્યા ચોંકી ગયા છે. આથી કરિયાણા સહિતના વેપારી એસોશિએશને બપોરે 2 વાગ્યા પછી વેપાર ધંધા બંધ રાખવા જાતનિર્ણય કર્યો છે. જેમાં 03-07-2020 થી 31-07-2020 સુધી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખોલવાનું નક્કી કરેલ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં કોરોનાનો ફેલાવો શરૂઆતથી વધી રહ્યો છે. લોકડાઉન પછી સંક્રમણ ઘટવાને બદલે વધી રહ્યુ હોઇ અનલોકમાં કેસોનો રાફડી ફાટી ગયો છે. આથી વેપારીઓ ભારે મુંઝવણ વચ્ચે પસાર થતાં દરમ્યાન બપોર પછી દુકાનો નહી ખોલવા સહમત થયા છે. આવી સ્થિતિમાં ડીસ્ટ્રીબ્યુટર, વાસણ, મીઠાઇ, બુટચંપલ, ગોળી-બિસ્કીટ અને કરીયાણા એશોસીએશન દ્રારા બપોર 2 વાગ્યા પછી સતત એક મહિનો દુકાનો નહી ખોલવા નક્કી કર્યુ છે.