ફિલ્મ-જગતઃ લોકોને હંમેશા મદદ કરનારા સોનુ સૂદ વિરુધ્ધ આ કારણે પોલીસમાં ફરિયાદ દાખલ થઇ

અટલ સમાચાર, ડેસ્ક લોકોને હંમેશા મદદ કરનારા સોનુ સૂદ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. બીએમસીએ આરોપ લગાવ્યો છે કે 6 માળના રહેણાંક બિલ્ડિંગને હોટલમાં ફેરવી દેવાઈ છે. બીએમસીનું કહેવું છે કે એક્ટરે કોઈ પણ જરૂરી પરમિશન વગર આવું કર્યું છે. બીએમસીએ 4 જાન્યુઆરીના રોજ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં કહેવાયું છે કે
 
ફિલ્મ-જગતઃ લોકોને હંમેશા મદદ કરનારા સોનુ સૂદ વિરુધ્ધ આ કારણે પોલીસમાં ફરિયાદ દાખલ થઇ

અટલ સમાચાર, ડેસ્ક

લોકોને હંમેશા મદદ કરનારા સોનુ સૂદ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. બીએમસીએ આરોપ લગાવ્યો છે કે 6 માળના રહેણાંક બિલ્ડિંગને હોટલમાં ફેરવી દેવાઈ છે. બીએમસીનું કહેવું છે કે એક્ટરે કોઈ પણ જરૂરી પરમિશન વગર આવું કર્યું છે. બીએમસીએ 4 જાન્યુઆરીના રોજ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં કહેવાયું છે કે સોનુ સૂદે એબી નાયર રોડ પર સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર જ હોટલમાં ફેરવી દીધી છે. બીએમસીનું કહેવું છે કે શક્તિ સાગર બિલ્ડિંગ એક રહેણાંક બિલ્ડિંગ છે. બીએમસીએ તેના કોમર્શિયલ હેતુથી ઉપયોગ કરવાની વાતને ખોટી ઠેરવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બીએમસીએ કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે સોનુ સૂદ(Sonu Sood) એ જમીનના ઉપયોગમાં ફેરફાર કર્યો છે. જેની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત નિર્ધારિત પ્લાનથી અલગ હટીને નિર્માણ કરતા રહેણાંક ઈમારતને રેસિડેન્શિયલ હોટલ બિલ્ડિંગમાં ફેરવી દેવાઈ છે. આ માટે તેમણે ઓથોરિટી પાસેથી જરૂરી મંજૂરી મેળવી નથી.

 

આ ઉપરાંત નિર્ધારિત પ્લાનથી અલગ હટીને નિર્માણ કરાવતા રહેણાંક ઈમારતને રેસિડેન્શિયલ હોટલ બિલ્ડિંગમાં ફેરવી દેવાઈ છે. આ માટે તેમણે ઓથોરિટીથી જરૂરી મંજૂરી પણ મેળવી નથી. બીએમસીનો આરોપ છે કે સોનુએ નોટિસને અવગણી છે. સિવિક ઓથોરિટીએ કહ્યું કે નોટિસ મળ્યા બાદ પણ તેઓ ગેરકાયદેસર રીતે નિર્માણ કરતા રહ્યા. બીએમસીએ કહ્યું કે આરોપીએ મહારાષ્ટ્ર રીજન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટની સેક્શન 7ને ફોલો કરી નથી. આમ કરવું દંડનીય અપરાધ છે. બીએમસીએ પોલીસને આગ્રહ કર્યો છે કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે.

અધિકારીઓનું કહેવું છે કે બીએમસી તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસ વિરુદ્ધ સોનુ સૂદે મુંબઈ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે તેમને વચગાળાની રાહત નહતી મળી. કોર્ટે સોનુને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. બીએમસીનું કહેવું છે કે કોર્ટ તરફથી અપાયેલો સમય વીતી ગયો છે. આથી હવે આ ફરિયાદ નોંધવામાં આવી છે.