ફિલ્મ જગતઃ અભિનેત્રી કંગના રનૌતને ગૃહ મંત્રાલયે Y શ્રેણીની સુરક્ષા આપી

અટલ સમાચાર, ડેસ્ક બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો.
 
ફિલ્મ જગતઃ અભિનેત્રી કંગના રનૌતને ગૃહ મંત્રાલયે Y શ્રેણીની સુરક્ષા આપી

અટલ સમાચાર, ડેસ્ક

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. હકીકતમાં કંગના રનૌત અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવાની શિખામણ આપી હતી. જેના પર કંગનાએ મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો. કંગનાને મુંબઇ પાછા ન ફરવાની ધમકીઓ મળતા તેના પિતાએ હિમાચલ પ્રદેશ સરકાર પાસે પોલીસ સુરક્ષા માંગી હતી. તે 9 સપ્ટેમ્બરે મુંબઇ જવાની છે. હવે કંગનાએ કેન્દ્ર સરકારની આ સુરક્ષા બદલ ટ્વીટ કરીને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કંગનાની સુરક્ષામાં 11 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. કહેવાય છે કે 9મી સપ્ટેમ્બરે જ્યારે કંગના મુંબઇ પહોંચશે ત્યારે તેને વાય શ્રેણીની સુરક્ષા મળી જશે. Y કેટેગરીની સુરક્ષા વ્યવસ્થામાં દેશના એ વીઆઈપી લોકો આવે છે જેમને આ સુરક્ષા હેઠળ 11 સુરક્ષાકર્મી મળે છે. જેમાંથી 1 કે 2 કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ હોય છે. આ અગાઉ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ કંગના રનૌતને સુરક્ષા આપવાની વાત કરી હતી. ઠાકુરે કહ્યું હતું કે કંગના રનૌતના પિતાએ લેખિતમાં પોલીસ સુરક્ષાની માગણી કરી છે. મેં DGPને આ અંગે વાત કરી છે. તેમનો મુંબઇ જવાનો કાર્યક્રમ 9 સપ્ટેમ્બરનો છે.

વીડિયોમાં કંગના કહે છે કે દેશમાં મહિલાઓ સાથે રેપ થાય છે, તેમના પર એસિડ ફેંકાય છે, આ બધુ એટલા માટે થઈ શકે છે કારણ કે સમાજની સોચ ખરાબ છે, કંગનાએ સંજય રાઉતને પણ આ જ સોચથી પ્રભાવિત ગણાવ્યાં. કંગનાએ સંજય રાઉત પર આરોપ લગાવી દીધો કે તેમણે દરેક મહિલાનું અપમાન કર્યું છે. તેમણે દેશની દિકરીને ગાળ આપી છે. કંગનાએ તો હવે તે સમયને પણ યાદ કરી લીધો કે જ્યારે આમિર ખાન અને નસીરૂદ્દીન શાહે કહ્યું હતું કે તેમને દેશમાં રહેતા ડર લાગે છે. તે નિવેદનોને યાદ કરતા કંગના કહે છે કે જ્યારે આમિર અને નસીરૂદ્દીન દેશ વિરુદ્ધ કહેતા હતાં ત્યારે તો કોઈએ તેમને ગાળ નહતી આપી. તો પછી મે જ્યારે મારી અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કર્યો તો મને કેમ ગાળ આપવામાં આવી?